તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:દીવડા ગામના બે ભાઇ ગુજરાત શૂટિંગ સ્પર્ધામાં પસંદગી પામ્યા

દિવડા કોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ ચાલી રહેલી ઓલમ્પિક રમતોમાં ભાગ લઈ દેશના રમતવીરો ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી દેશનું ગૌરવ વધારી રહ્યા છે. જેનાથી આજના બાળકો અને યુવાપેઢી પ્રોત્સાહિત થઈ જિલ્લા અને રાજ્ય લેવલની રમતોમાં ભાગ લઈ વિવિધ ક્ષેત્રોમાં મહાત હાસિલ કરી રહ્યા છે.

ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ખાતે યોજાયેલી જિલ્લા લેવલની શુટિંગ સ્પર્ધામાં અંડર-17મા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા ગામના રાજપૂત સમાજના બે સગા જુડવા ભાઈ મહાવીરસિંહ પુવાર, માધવસિંહ પુવાર ગુજરાત શુટિંગ બોલ સ્પર્ધામાં પસંદગી પામી સમગ્ર રાજપૂત સમાજ સાથે જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

તેમના પિતા સુરપાલ સિંહ બાળપણથી જ બંને ભાઈઓને વિવિધ રમતોમાં પ્રેક્ટિસ કરાવી રહ્યા છે. બંને ભાઈ વોલીબોલ શુટિંગ, સ્વિમિંગ, ક્રિકેટ જેવી રમતોમાં ભાગ લઈ ગામ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે. ગત વર્ષ 39 નેશનલ શુટિંગ સ્પર્ધામાં પણ પસંદગી પામી હતી.

અન્ય સમાચારો પણ છે...