ભ્રષ્ટાચાર:કડાણા ઘોડિયારના નવા પુલનો અપ્રોચ રોડ નહીંવત વરસાદમાં જ ધોવાઇ ગયો

દિવડાકોલોનીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કડાણા ઘોડિયર નવિન બનેલ પુલના અપ્રોચ રોડની નબળી કામગીરીથી બેસી ગયો તથા તિરાડો પડી. - Divya Bhaskar
કડાણા ઘોડિયર નવિન બનેલ પુલના અપ્રોચ રોડની નબળી કામગીરીથી બેસી ગયો તથા તિરાડો પડી.
  • કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાની આશંકા

કડાણા મહીનદી પર વર્ષો પહેલાં બનેલ ઘોડિયાર જુના પુલ પર ચોમાસા દરમિયાન કડાણા ડેમમાંથી સમયાંતરે પાણી છોડવામાં આવતા પુલ પર પાણી ફરી વળતા તાલુકાના ઉત્તર વિભાગના ગામો સંપકૅ વિહોણા થઈ જતા હતા. જેને લઇ રાજય સરકાર દ્વારા 35 કરોડના માતબર ખચૅ નવિન પુલનું નિમૉણ કામ હાથ ધરવામા આવ્યું હતું. જે પુલનુ લોકાપૅણ ગત વર્ષે માજી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે ડીસેમ્બર 2020 માં કરવામાં આવેલ હતુ.

નવિન પુલથી કડાણા તરફ કરવામા આવેલ અપ્રોચ રોડની કામગીરી માપદંડ અને ગુણવત્તા વગરની કરવામાં આવેલ હોવાની પોલ ચોમાસામાં જોવા મળી હતી. એપ્રોચ રોડની સાઈડમાં સીમેન્ટ, રેતી, કોક્રીટ થી પથ્થરો બેસાડવામાં આવેલ હતા. જે નહિવત વરસાદમા ધરાશય થતાં મોટુ ગાબડુ પડી જવા પામેલ છે. જેને લઈ તંત્ર દ્વારા નબળી કામગીરી કરી હોવાની પોલ ખુલી જવા પામી છે. જયારે ડામર રોડની બાજુ માં કરવામાં આવેલ સી.સી.કામમાં પણ વેઠઉતાર કામગીરીના લીધે મોટી તીરાડો પડી ગયેલ હોવાનું જણાય છે.

જો કે તંત્ર દ્વારા આ બાબતે ઢાંકપીછોડ કરવા માટે પડેલ તીરાડો પુરવાનુ કામ થોડા સમય પહેલા હાથ ધરેલ હતુ. પરંતુ તેમાં પણ સફળતા સાપડી ન હતી. આશરે છ-સાત માસ અગાઉ તૈયાર કરવામાં આવેલ નવિન પુલના એપ્રોચ રોડના પીચીગની કામગીરીને પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખતા કોન્ટાકટર અને અધિકારીઓની લાપરવાહી સામે આવી છે.

જયારે પુલના સામે ના છેડે વાઘડુંગરી ગામ પાસે કરવામાં આવેલ ડામર રોડમાં ભુવો પડી જતાં વાહન ચાલકોમા અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. જોકે વાઘડુગરી ગામ તરફ પડેલ પડેલ ભુવામા કામચલાઉ પુરાણનુ કામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. એપ્રોચ રોડમા પડેલ મસમોટી તીરાડો અને પડેલ ગાબડાને લઇને આ એપ્રોચ રોડની કામગીરીમાં મોટાપાયે ભષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું લોકમુખે ચચૉઈ રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...