તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહિસાગર જીલ્લાના કડાણા તાલુકામાં દાહોદ સાસંદીય મતક્ષેત્રમાં સમાવિષ્ટ ગામોમા સાંસદ સભ્ય જસંવતસિહ ભાભોરના હસ્તે વિવિધ પ્રકારના 43 કરોડ રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની કામગીરી હાથ ધરવામા આવી હતી.
જેમા માલવણ ગામે નવિન પંચાયત ઘર, પ્રાથમિકશાળાના ઓરડાઓ, માલવણ પોલીસ સ્ટાફના માટે આવાસોની લોકાર્પણ વિધી હાથ ધરવામા આવી તેમજ વડઝાપા, સંધરી, વાંધડુગરી, મોટીરાઠ, ડીટવાસ તરફના નવિન રસ્તો માટે ખાતમુહૂર્ત વિધી હાથ ધરવામા આવી હતી. આમ સાસંદ જસંવતસિહ ભાભોર દ્રારા કડાણા તાલુકામાં અંદાજીત 43 કરોડના વિકાસલક્ષી કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી તાલુકાની પ્રજા માટે પ્રાથમિક સુવિધા પુરી પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કુબેર ડીંડોર સહિત જીલ્લા પોલીસ વડા, કડાણા પોલીસ પી. આઇ. પરમાર, કડાણા તાલુકા ભાજપના અગ્રીણીઓ, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.