તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:સુજલામ સુફલામમાં વળતર લેવા ગોધરાના વકીલે અભણ ખેડૂતોની સહીઓ કરી હોવાનાે આક્ષેપ

દિવડા કોલોની4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂા. 3 કરોડની છેતરપિંડી કર્યો હોવાનો આક્ષેપ ખેડૂતોએ કરીને ફરિયાદ નોંધવા અરજ કરી

મહીસાગર જીલ્લાના કડાણા ડેમમાંથી 7 જીલ્લાના ખેડુતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી આશરે વીસ વર્ષ પહેલા હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સુજલામ સુફલામ યોજના બનાવી હતી. જેમાં પોતાની ફળદ્રૂપ અને મહામુલ્ય જમીન ગુમાવનાર ગરીબ અને અભણ ખેડૂતોને મળેલ વળતર પેટેના નાણામા પંચમહાલ જીલ્લાના વકીલ જીતુભાઇ રાવલ દ્વારા તેમની સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો સાથે ભોળા ખેડૂતો ન્યાય મેળવવા વલખા મારી રહ્યા છે.

ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન સુજલામ સુફલામ કેનાલમાં ગઈ જેના માટે ખેડૂતો દ્ધારા સારા વળતર માટે જીતુભાઇ રાવલ નામના વકીલ મારફતે દાવો કરવામાં આવ્યો હતો જેમા ફી પેટે વકીલો પાસે 10 ટકા આપવાની વાત થઈ હતી. જ્યારે સારુ વળતર મળતા લાલચમા આવી વકીલોએ 10 ટકા ની જગ્યાએ 35થી 45 ટકા નાણા લુણાવાડાની બૅંકોના અધિકારીઓ સાથે મીલીભગત કરી ખેડૂતોના બોગસ ખાતા ખોલી તેઓની જાણ બહાર બારોબાર 35 થી 45 ટકા નાણા કાપી લેતા ખાનપુર તેમજ કડાણા તાલુકાના ખેડૂતો લાચાર થઈ બેઠા છે.

વકીલે અભય ખેડુતો હોવા છતાં તેઓ નામની સહિ કરીને બે|કમાંથી પૈસા ઉપાડી લીધા હોવાના આક્ષેપ પણ થયા હતા. ત્યારે જેઓની પાસે ન્યાયની અપેક્ષા લઈ જતા હતા તેવા ન્યાય અપાવનાર રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે આ ભોળા ખેડૂતો ને ન્યાય કોણ અપાવશે એ આશા સાથે આ ભોળા ખેડૂતો દ્વારા સોગંધનામાં કરાવી યોગ્ય ન્યાય ની આશાએ કડાણા પોલીસ મથકે અરજી આપી આમ થી ત્યાં ભટકી રહ્યા છેફ જયારે અરજી બાબતે ડીટવાસ પોલીસ મથકના પીએસઆઇ કરણ પારગીએ જણાવ્યું કે હજુ અમારી તપાસ ચાલુ છે.

હું અભણ હોવા છતાં મારા નામની સહીઓ કરી છે
મારી જમીન સુજલામ સુફલામ કેનાલ મા કપાતમાં ગઈ હતી જેના વળતરનો દાવો જીતુભાઇ રાવલ વકીલ દ્ધારા કરેલ હતો હું જાતે અભણ હોવા છતાય મારા નામની સહીઓ કરી અમારી જાણ બહાર બેંકમાં ખાતુ ખોલાવી જાતે જ 10 ટકા લેવાના બદલે 35 ટકા અમારા વળતર માંથી લઈ લેવામાં આવ્યા હતા. જેના પગલે અમોએ વકીલો વિરૂધ્ધ સોગંધનામાં પણ કરેલ છે.>હંતિબેન માલાભાઈ ડામોર, ખેડુત. તલવાડા

મેં કોઇ વધારાના નાણાં લીધા નથી
મારે અત્યારે પણ બીજા ખેડુતો પાસે રૂપિયા લેવાના બાકી છે જેની ઉઘરાણી અમે કરીએ છીએ મે વધારાના રૂપિયા લીધા નથી અમારી ફી હતી તે લીધી છે આ બધા મારા પરના ખોટા આક્ષેપ છે.> જીતુભાઇ રાવલ, વકીલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો