ગ્રામજનો દ્વારા આક્ષેપો:સંધરી ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવા રૂ 1.70 કરોડનો ખર્ચ છતાં ઘર સુધી પાણી પહોંચ્યું જ નહીં

દિવડાકોલોની5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાસ્મો યોજનામાં રૂ 96 લાખ અને નલ સે જલ યોજનામાં રૂ 76 લાખ ખર્ચ્યા

કડાણા તાલુકાના સંઘરી ગામમાં ઘરે ઘરે પાણી પોહોચડવા વાસ્મો દ્વારા અત્યાર સુધી 1 કરોડ 70 લાખ જેટલો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. ત્યારે પંદર દિવસ અગાઉ પંચાલ ફળિયામાં 1 તગારું પાણી મળ્યા બાદ ગામના અન્ય વિસ્તારના લોકો પાણી વગર તરસ્યા રહ્યા હોવાનું જોવા મળ્યું હતું

ગ્રામીણ વિસ્તારમાં પાણી ઘરે ઘરે પહોંચે તેવા ઉમદા હેતુથી સરકારે કરોડો રૂપિયાના ખર્ચે વાસ્મો યોજના બનાવી હતી. અને હાલ આજ હેતુથી નલ સે જલ યોજના અંતર્ગત ગામોમાં પાણી પહોંચાડવા પણ લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે. પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ઢીલી નીતિથી નળમાં પાણી આવવાની જગ્યાએ આંખોમાં પાણી લાવી દે છે. મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના સંઘરી ગામમાં વાસ્મો યોજના દ્વારા ઘરે ઘરે પાણી પોહચડવા અગાઉ રુા.96 લાખ અને હાલમાં નલ સે જલ યોજના અંતર્ગત 76 લાખ મળી ફૂલ રૂા.1 કરોડ 72 લાખ રૂપિયાનો જંગી ખર્ચ અત્યાર સુધી કરવામાં આવ્યો છે.

છતાં ગામમાં આવેલ પંચાલ ફળિયામાં પંદર દિવસ અગાઉ ફક્ત 1 તગારું પાણી આવ્યું હતું તેવુ ગામ વાળાનું કહેવું છે. જ્યારે અન્ય ઘરોમાં તો એ પણ નસીબમાં નથી આવ્યું જ્યારે હાલ જે કામગીરી કરવામાં આવી રહી છે તેમા જૂની લાઈનોમાં જ જોડાણ આપી ઘર આંગણે નળો ઉભા કરી દેવામાં આવ્યા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે સરકાર જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ઘરે ઘરે પાણી પહોંચે તે માટે લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પરંતુ આ યોજના કેટલા અંશે સાર્થક થઈ તેની તપાસ કરાવે તો જીલ્લા અને તાલુકામાં મોટાભાગની વાસ્મો યોજના માત્ર કાગળ ઉપર પૂર્ણ થયેલ જોવા મળશે તેવા લોકો અાક્ષેપો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...