કડાણા તાલુકાના સંઘરી પ્રાથમિક શાળાને અડીને આવેલી વાસ્મો યોજનાની જર્જરીત પાણીની ટાંકીનો નલ સે જલ યોજના માટે ઉપયોગમા લેવામાં આવતા નાના ભૂલકાઓ માટે જીવનું જોખમ ઉભુ થઇ રહ્યુ છે. જેને લઇને વાસ્મો સામે રોષ જોવા મળ્યો હતો.
મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના સંઘરી ગામના રહીશોને પીવાનું પાણી પુરુ પાડવા માટે વર્ષ 2015માx રૂા.96 લાખના ખર્ચે શરૂ કરવામાં આવેલી વાસ્મો યોજના ખાડે ગઈ હતી. જ્યારે પુનઃ આજ ગામમાં પાણીની સુવિધા પુરી પાડવા 76 લાખના ખર્ચે નલ-સે-જલ યોજનાની કામગીરી પણ માપદંડ વગરની કરવામાં આવતા ગામમાં પાણી ન પહોંચતા અનેક અટકળો જોવા મળી હતી. ત્યારે વાસ્મો યોજનાની બેદરકારી અને નિષ્કાળજી જોવા મળી છે.
સંઘરી ગામમાં આવેલી પ્રાથમિક શાળાને અડીને વર્ષ 2015 વાસ્મો યોજના અંતર્ગત સંઘરી પ્રાથમિક શાળાને અડીને પાણીની ટાંકી બનાવી હતી. જે ટાંકી માપદંડ અને ગુણવત્તા વગરની કામગીરીને પગલે બીન ઉપયોગી સાબિત થઇ હતી. ત્યારે નલ-સે-જલ યોજના અંતર્ગત અધિકારીઓ અને ઠેકેદાર દ્વારા રૂપિયા બચાવવાની લાલચ અને ગામમાં પાણી પહોંચાડી આ યોજનાને પરી પુર્ણ કરવાની ઉતાવળમાં આ જર્જરીત ટાંકીમાં પાણી ભરવામાં આવી રહ્યું છે. જેમાથી પાણી સતત ટપક્યાં કરે છે. જેને લઇને શાળામાં અભ્યાસ કરતા 100 જેટલા બાળકોના જીવ જોખમમાં મુકાયા છે.
આશ્ચર્યની વાત એ છે કે આ બાબતે વાસ્મો અધિકારીઓ અને ઠેકેદાર આ વાતની ગંભીર બાબતથી વાકેફ હોવા છતાં બાળકોના જીવ જોખમમાં મુકી માત્ર યોજનાને પરિપૂર્ણ કરવાની લાલચમાં આ બિનઉપયોગી અને જર્જરીત પાણીની ટાંકીમા પાણી ભરી બાળકોના જીવને જોખમમાં મુકી રહ્યા છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તે અેક મોટો સવાલ ઉઠી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.