તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:કડાણામાં રાજવી પરિવાર દ્વારા બનાવેલ 150 વર્ષ જૂનું ગેસ્ટહાઉસ ધરાશાયી કરાયું

દિવડા કોલોની22 દિવસ પહેલા
 • કૉપી લિંક
કડાણામાં રાજવી પરિવાર દ્વારા બનાવવામાં અાવેલ ગેસ્ટહાઉસ જમીનદોસ્ત કર્યું. - Divya Bhaskar
કડાણામાં રાજવી પરિવાર દ્વારા બનાવવામાં અાવેલ ગેસ્ટહાઉસ જમીનદોસ્ત કર્યું.
 • મહેમાનોને રહેવા માટે બનાવેલ વિશ્રામ ગૃહ જર્જરિત બનતાં નવું વિશ્રામ ગૃહ બનાવવા તંત્ર દ્વારા કામગીરી શરૂ

કડાણા રાજવી પરિવાર દ્વારા મહેમાનોને રહેવા માટે બનાવવામાં આવેલ વિશ્રામ ગૃહ જર્જરીત બની જતા નવું વિશ્રામ ગૃહ બનાવવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતા કડાણા રાજ પરિવારની એક ઐતિહાસિક નિશાની લુપ્ત કરવામાં આવતા તાલુકાના રાજપૂતોની લાગણી દુભાય હતી.કડાણામાં આજથી 150 વર્ષ પૂર્વે કડાણા રાજવી પરિવાર દ્વારા એક માત્ર ગેસ્ટહાઉસ(વિશ્રામ ગૃહ) બનાવવામાં આવ્યું હતું. જેમાં મહારાજાની દીકરીના લગ્ન સમયે આવતી જાનના જાનૈયાઓના રોકાણ માટે બનાવવામાં આવ્યું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

એક કહેવત મુજબ કડાણા ગામમા મોટાભાગના વિદ્વાન બ્રાહ્મણો રહેતા હતા. મહારાજાની દીકરીના લગ્ન સમયે આવેલ જાનના રોકાણ તેમજ રાજા રજવાડાના સમયમાં જાનમાં આવેલ મહેમાનોને મેજબાની કરવાની હોય. જેથી બ્રાહ્મણ સમાજને આનાથી કોઈ તકલીફ ન પહોંચે એ આશયે રાજ પરિવાર દ્વારા તાત્કાલિક ધોરણે કડાણા ચોકડી પાસે એક વિશ્રામ ગૃહ બનાવવામાં આવ્યું હતું. જેમાં સમય જતા આ વિશ્રામ ગૃહને સરકાર દ્વારા સરકારી ગેસ્ટહાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.

ત્યારે આ ગેસ્ટહાઉસની હાલત જર્જરિત બની જતા તંત્ર દ્વારા નવીન ગેસ્ટ હાઉસ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા તેના ઉપર લગાવવામાં આવેલ થાપડા (નળિયા)માં 1887ની છાપ પણ જોવા મળી હતી. આમ તંત્ર દ્વારા આ વિશ્રામ ગૃહને ભૂમિ દોષ કરવામાં આવતા કડાણા રાજ પરિવારની વર્ષો જૂની ઐતિહાસિક ઈમારત તંત્ર દ્વારા ભૂમી દોષ કરવામાં આવતા તાલુકાના રાજપૂતોની લાગણી દુભાય હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો