તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહીસાગર જિલ્લામાં માવઠું:વડના મુવાડામાં કાટમાળમાં મહિલા દબાઇ, બાલાસિનોર પંથકમાં ભારે પવન સાથે વરસાદ

બાલાસિનોર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાલાસિનોર પંથકમાં વરસાદ પડતા વડના મુવાડા ખાતે દિવાલ ધરાશાયી થતાં 1 મહિલા દબાતા ઇજા થઇ હતી. - Divya Bhaskar
બાલાસિનોર પંથકમાં વરસાદ પડતા વડના મુવાડા ખાતે દિવાલ ધરાશાયી થતાં 1 મહિલા દબાતા ઇજા થઇ હતી.

આજરોજ વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલ્ટો થતાં વરસાદનું આગમન થયું હતું. વાતાવરણમાં અચાનક પલટા સાથે વાવાઝોડું અને ભારે પવનો ફુંકાયા જેમાં બાલાસિનોર તાલુકાના વડના મુવાડા ગામે રહેતા દલપતભાઇ ભૂપતભાઇનું મકાન ધરાશયી થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ વડનામુવાડા ગામે રહેતા ભૂપતભાઇ દલપતભાઈ ઠાકોર પોતાના ફેમીલી સાથે તેમના કાચા મકાનમાં રહેતાં હતા, તેમના ફેમીલીમાં કુલ 5 સભ્યો છે.

જેમાં આજરોજ વાતાવરણમાં પલટો થયો અને વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ભારે પવનો સાથે વરસાદ પડ્યો જેમાં પોતાના મકાનની દિવાલ પડતાં ઘરની એક મહિલા દિવાલ નીચે દટાઇ ગયા હતા જેમાં ઉર્વશીબેન મહેન્દ્રભાઇ ઠાકોરને વધુ ઇજાગ્રસ્ત થતા તેમને બાલાસિનોરના કે.એમ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જયારે અન્ય 4નો આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...