તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની મોટી સમસ્યા ઉદભવી શકે છે:વણાકબોરી વિયરમા 70% પાણી, લેવલ 218.75 ફુટ

બાલાસિનોર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓછા વરસાદને કારણે સિંચાઈનું પાણી બંધ કર્યું : માત્ર ભાવનગર-અમદાવાદ માટે પીવાનું પાણી છોડાઈ રહ્યું છે

બાલાસિનોર સ્થિત વણાકબોરી વિયરમાં ઓછા વરસાદને કારણે પાણી ખુટી રહ્યું છે. 1400 MCFT (મીટર ક્યુબીક ફિટ) પાણી સંગ્રહ કરવાની ડેમ ની ક્ષમતા છે. જેમાં 15 દિવસ અગાઉ સિંચાઇ માટે કડાણા ડેમમાંથી પાણી મંગાવ્યું હતું. પરંતુ વરસાદ પાછો ખેંચાતા સિંચાઇ માટે છોડાતુ પાણી બંધ કરાતા ખેડા-આણંદ જિલ્લાની 2.50 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતી પ્રભાવિત થઈ છે. ડેમમાં પાણીની સપાટી હાલ 218.75 ફુટ છે, જ્યારે 220.80 ફુટે ડેમ ઓવર ફ્લો થતો હોઇ કુલ સપાટી ના 70 પાણી હાલ ડેમમાં જોવા મળી રહ્યું છે.

સ્થાનિક અધિકારી એમ.એસ.પરમારે જણાવ્યું હતું કે અમદાવાદ અને ભાવનગર શહેર ને અહીંથી જ પીવાનું પાણી શેઢી શાખા મારફતે મોકલવામાં આવે છે. જેના કારણે હરરોજ 1500 ક્યુસેક પાણી શેઢીમાં છોડાય છે. સામે 1500 ક્યુસેક પાણી કડાણા થી મંગાવવામાં આવે છે. ઓછા વરસાદના કારણે ખેતીને નુકસાન ન થાય માટે રાજ્ય સરકાર દ્વારા કડાણા ડેમમાંથી 15 દિવસ અગાઉ ૫૦૦૦ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે મૃત પડેલી ખેતીને જીવતદાન મળેલ છે. જોકે પાણી નો જથો હાલ 70 ટકા જ રહેતા માત્ર પીવાના પાણી જેટલો જથ્થો રહ્યો હોઈ સિંચાઇ માટે પાણી બંધ કરેલ છે. ત્યારે આગામી સમયમાં સારો વરસાદ નહીં પડે તો ખેડા, આણંદ, નડિયાદ, ખંભાત, અમદાવાદ, ભાવનગરમાં સિંચાઇ તેમજ પીવાના પાણીની મોટી સમસ્યા ઉદભવી શકે છે.

  • પાણી સંગ્રહની કેપેસીટી - 1400 MCFT
  • ઓવર ફ્લો નું લેવલ - 220.80. ફુટ
  • હાલની સપાટી 218.75 ફુટ
  • ડેડ વોટર નું લેવલ - 205 ફુટ
  • ડેમમાં હાલ પાણીનો જથ્થો 70 % છે
  • અમદાવાદ, ભાવનગરને પીવા માટે 1500 ક્યુસેક પાણીની જાવક
  • કડાણા ડેમમાંથી 1500 ક્યુસેક પાણીની આવક ચાલુ
  • ખેડા-આણંદના 2.50 લાખ હેક્ટર વિસ્તાર માટે સિંચાઈનું પાણી આપે છે (હાલ બંધ છે)
અન્ય સમાચારો પણ છે...