તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:બાલાસિનોરના 2 તબીબોને નજીવી વાતે 3 કલાક લોકઅપમાં બેસાડી રખાતાં હોબાળો

બાલાસિનોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાલાસિનોર - Divya Bhaskar
બાલાસિનોર
  • કોરોનાના કહેર વચ્ચે જ મહીસાગરના 180થી વધુ આયુર્વેદ અને હોમિયોપેથિક તબીબોની હડતાળ
  • સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત જાહેરનામાનો વારંવાર ભંગ થતાં કાર્યવાહી કરી છે : પોલીસ
  • તબીબો અને મેડિકલ સ્ટોર સંચાલકને પોલીસે ખોટી રીતે જેલમાં પૂર્યા છે : મેડિકલ એસોસિએશન

મહીસાગર જિ.ના બાલાસિનોરમાં કોરોના કાળમાં સેવા આપતા બે ડોક્ટરોને પોલીસે ત્રણ કલાક સુધી જેલમાં પુરી રાખતા સોમવારે મેડિકલ સ્ટોર્સ સહિત જિલ્લાના તમામ મેડિકલ એસોસિએશને સોમવારે હડતાળ પાડી હતી. બાલાસિનોરના ડો.ભાવેશ શાહ, ડો.રાજુભાઈ અને યસ મેડિકલ સ્ટોરના માલિક દિલીપભાઈને એક કોન્સ્ટેબલે આવી પીઆઈ બોલાવે છે કહી તેમને પોલીસ મથકે લઈ જવાયા બાદ પીઆઈએ તેમને ત્રણ કલાક લોકઅપમાં બેસાડી દીધા હતા.

પીઆઇએ જણાવ્યું હતું કે સોશિયલ ડીસ્ટન્સિંગ સહિત જાહેરનામાનો વારંવાર ભંગ થતાં આ એક્શન લીધું છે. પોલીસની કાર્યવાહી સામે મેડિકલ એસો. દ્વારા ખોટી રીતે જેલમાં પુરવા બદલ બાલાસિનોર નગરમાં આવેલ તમામ દવાખાના સહિત મેડિકલ સ્ટોર બંધ રાખી સોમવારથી તમામ એસો.ભેગા મળી હડતાળમાં જોડાયા હતા. લુણાવડા સહિત જિલ્લાના તમામ આયુર્વેદિક અને હોમિયોપેથી ડોકટરો પણ હડતાળ પર ઉતર્યા હતા.

અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરીશું
બાલાસિનોરમાં જે ડોક્ટર મિત્રોને બિનકારણસર પોલીસની દબંગગીરીથી પુરવામાં આવ્યા, તેમના પર ખોટી રીતે વાતચીત કરવામાં આવી જેથી એમની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું કામ કર્યું હોવાથી આખા મહીસાગર જિલ્લાનું આયુષ એસોસિઅેશન તેમની સાથે જોડાયું છે. જો આનું નિરાકરણ નહિ આવે તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરીશું. જેથી અમારી સરકારને અપીલ છે કે તાત્કાલિક ધોરણે સાચો ન્યાય મળે જેથી અમે લોકોને સેવા કરી શકીએ > યોગેશ પંચાલ, મહીસાગર જિલ્લા એસોસિઅેસન પ્રમુખ

ઇનસર્વિસ ડોકટર્સે આંદોલનનું રણશિંગુ ફૂક્યું
મહીસાગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યના ગુજરાત ઇનસર્વિસ ડોક્ટર્સ એસોસિએશને મહત્વના પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે અન્યાયની લાગણી અનુભવતાં ઇન - સર્વિસ તબીબોએ આંદોલનનું રણશિંગુ ફૂંકતાં માંગણીઓ નહીં સંતોષાય તો કોરોનાના સંકટકાળમાં આગામી સમય કપરો સાબિત થશે તેમ જણાઈ રહ્યું છે. મહિસાગરના ઇન-સર્વિસ તબીબોની માંગણીઓ સાતમા પગાર પંચ મુજબ એન.પી.એ. આપવું, એન.પી.એને પગાર ગણી તમામ લાભો અાપવા, કેંદ્રના ધોરણે તબીબી અધિકારીઓને છઠા પગાર પંચમાં એન્ટ્રી પે પીબી -3 ગ્રેડ પે 5400 અને સાતમાં પગાર પંચમાં મેટ્રિક્ષ લેવલ 11 મુજબ આપવું, તબીબી અધિકારીઓને અનુસ્નાતક અભ્યાસ માટે 25 % બેઠકો અનામત રાખવી સહિતની 12 માંગણીઅોને લઇને કાળી પટ્ટી ધારણ કરી હતી.

આ આંદોલનના ભાગરૂપે ઇન - સર્વિસ તબીબો તા.10 થી તા.15 મે સુધી કાળી પટી પહેરી વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શિત કરશે. સંસદ સભ્યો, ધારાસભ્યો અને કલેકટરને આવેદન આપશે અને તા.17થી 22 મે દમિયાન પેન ડાઉન હડતાળ, તા.24ના રોજ માસ સીએલ તેમજ તા.31મેથી અનિશ્ચિતકાલીન રજા પર જશે. જો સરકાર દમન કરશે તો સામૂહિક રાજીનામા આપશે. તેમ મહીસાગરના ગુજરાત ઇન સર્વિસ ડોકટર્સ એસો.ના પ્રમુખ ડો. એસ.બી.શાહ અને સેક્રેટરી ડો.જે.કે.પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...