તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અમદાવાદ ઇન્દોર હાઇવે પર કાર-બાઇકના અકસ્માતમાં એક જ પરિવારના ત્રણનાં મોત

બાલાસિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કંથારીયાના મુવાડા પાસે કારના ચાલકે બાઈકને અડફેટે લેતાં 3ના મોત થયાં. - Divya Bhaskar
કંથારીયાના મુવાડા પાસે કારના ચાલકે બાઈકને અડફેટે લેતાં 3ના મોત થયાં.
  • ખેતરોથી ઘરે પરત ફરતા નડેલો અકસ્માત, કાર ચાલક કાર મુકી ફરાર
  • બાલાસિનોર પોલીસ દ્વારા કારચાલક વિરુદ્ધ કાર્યવાહી કરાઇ

બાલાસિનોરના કંથારીયાના મુવાડા ખાતે આવેલ ખેતરમાંથી પરિવારના સભ્યો રવિવારે સાંજેે બાઇક પર બાલાસિનોર ઘરે પરત ફરતા હતા. ત્યારે અમદાવાદ ઇન્દોર બાયપાસ પર આવેલ હોટલ પાસે ગોધરાથી અમદાવાદ જતી ઇકો સ્પોર્ટ કારના ચાલકે બાઈકને ધડાકાભેર ટક્કર મારતાં બાઈક પર બેઠેલા રમણભાઈ મહેરા, કુસુમબેન તથા બબલબેનને શરીર, માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી. આજુબાજુના લોકોએ આવી 108ને બોલાવી ત્રણેને બાલાસિનોરના સરકારી દવાખાને મોકલ્યા હતા.

જ્યાં હાજર સ્થાનિક ડોક્ટરે કુસુમબેન અને બબલબેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે રમણભાઈને વધુ સારવારની જરૂર હોવાથી આણંદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રમણભાઈનું પણ મોત થયું હતંુ. આમ એક જ પરિવારના ત્રણના મોતથી પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. પોલીસે ફરાર કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો