ચોરી:બાલાસિનોરમાં શિક્ષકના ઘરેથી 2.15 લાખની ચોરી

બાલાસિનોર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોરના ખોડીયાર નગર વિસ્તારના અને શિક્ષકની નોકરી કરતા ઈસમના બંધ મકાનમાંથી રૂપિયા 2.15 લાખની ચોરીની ફરિયાદ બાલાસીનોર પોલીસ સ્ટેશન થયેલ છે.

બાલાસિનોરના ખોડિયાર નગરમાં જે.વી. દેસાઈ હાઇસ્કુલ પાસે વિનુભાઈ ગંગારામ સોલંકી શિક્ષક જે બહારગામ નોકરી કરે છે તેઓના બંધ મકાનમાં કોઈ ચોરે મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી ઘરવખરી સામાન વેરણછેરણ કરી સોના-ચાંદી દાગીના આશરે રૂ 1.90 લાખ તથા રોકડા રૂપિયા 25 હજાર મળી કુલ રૂ. 2.15 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલ છે.

નગરમાં અવાર નવાર ચોરી થયાની બૂમો ઉઠવા પામી છે ત્યારે પોલીસ જાગૃત બની ચોરો સામે કાર્યવાહી કરે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...