વિવાદ:બાલાસિનોરના પ્રાંત અધિકારી અને વકીલો વચ્ચેનો વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો

બાલાસિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાર એસો.ને પ્રાંતની બદલીનો ઠરાવ કરીને ગાંધીનગર મહેસૂલ સચિવને મોકલ્યો

બાલાસિનોરના પ્રાંત અધિકારી અને વકીલો વચ્ચે કચેરીમાં અરજદારોની સામે ઉતારી પાડતા હોવાનો આક્ષેપના વિવાદે વકર્યો હતો. બાલાસિનોર પ્રાંત અધિકારીને લઇને બાલાસિનોર બાર એસોસીએશનની મીટિંગમાં વકીલોએ ઠરાવ કરીને પ્રાંત અધિકારીની બદલી કરવાની તાકિદ મહીસાગર કલેક્ટર અને મહેસુલ સચિવને કરી હતી.

બાર એસોસીએશનમાં કરેલ ઠરાવમાં જણાવ્યું કે બાલાસિનોર પ્રાંત ઓફિસર કચેરીમાં વકીલોને બેસવા માટે કોઈ અલગ વ્યવસ્થા નથી. તેમજ આ બાબતે નાયબ કલેકટરને તેમજ મહેસુલ કેસો બાબતે અને અન્ય કામકાજ માટે વકીલો તરફે રજૂઆત કરવામાં આવે ત્યારે નાયબ કલેક્ટર બાલાસિનોરની ઓફિસમાં વકીલો અને પક્ષકારની હાજરી હોય ત્યારે વકીલોનું જાહેરમાં અપમાન કરવા આવતો હોવાનો આક્ષેપ ઠરાવમાં કરવામાં આવ્યો હતો.

વકીલોને કાયદાકીય રજૂઆત કરતા અટકાવે છે. તેમજ રેવન્યુ કોર્ટના કામકાજનો કોઈ સમય નિશ્ચિત હોતો નથી તેમજ કલાકોના કલાકો સુધી વકીલોને બેસાડી રાખવામા આવે છે. કેસના તમામ સ્ટેજો પૂરા થયા પછી પણ દલીલો થયા પછી પણ જજમેન્ટ (ઠરાવ) લાબાં સમય સુધી આપવામાં આવતા નથી.

લોકશાહીમાં બાલાસિનોરના નાયબ કલેક્ટર સરમુખત્યાર અધિકારી તરીકે વર્તણૂક અને વહીવટ કરતાં હોય જેથી તેમની સામે કાયદેસર રુલ્સ અને નીતિ નિયમો પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવી. અને વહીવટ વિભાગ વકીલો સાથે યોગ્ય અને વ્યાજબી સંતોષકારક જવાબ આપતા નથી.

જેથી તમામ વહીવટી કર્મચારી સામે સ્થિતભંગના પગલાં લેવા જોઈએ. આ બાબતનો ઠરાવ બાલાસિનોર બાર એસોસિએશને કર્યો છે અને ઠરાવનો અમલ દિન-15મા નહીં થાય તો નાછૂટકે પ્રતીક હડતાલ ગાંધી ચિંધ્યા માર્ગે કરવી પડશે તેવી ઠરાવની નકલ મહીસાગર જિલ્લા કલેક્ટર, ગાંધીનગર મહેસુલ સચિવ સહિત મહેસુલ મંત્રીને મોકલી આપી છે.

અન્ય સમાચારો પણ છે...