કામગીરી:23 હજારની કટકી કરનાર પાંડવાનો કોમ્પ્યૂટર ઓપરેટર ફરજ મુક્ત થયો

બાલાસિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતમાંથી લાભાર્થીને ખોટા વર્ક ઓર્ડર આપ્યા હતા

બાલાસિનોર તાલુકાની પાંડવા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર (વી.સી) પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ખોટો વર્ક ઓડર બનાવી લાભાર્થી પાસેથી રૂપિયાની કટકી સંદર્ભે બુધવારે પંચાયતના અધિકારથી છુટો કરાયાનો આદેશ કરવામાં આવ્યો છે.બાલાસિનોર તાલુકાના પાંડવા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર મિતુલ હેમંતકુમાર સેવક અને તેઓના પિતા હેમંત દેવશંકર સેવક દ્ધારા પાંડવાના રજનીભાઈ બાલાશંકર સેવકને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ખોટો વર્ક ઓડર આપી રૂા. 23000 કટકી કર્યાનો અરજદાર દ્ધારા બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.

જે સંદર્ભે બાલાસિનોર તાલુકા વિકાસ અધિકારી એસ.કે.મનાત દ્ધારા તપાસ ટીમની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાંડવા ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર અને વી.સી મિતુલ સેવક અને તેઓના પિતા હેમંત દેવશંકર સેવકે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ખોટો વર્ક ઓડર આપેલ હોય અને લાભાર્થી સાથે છેતરપીંડી કરેલ હોય તે ગુન્હો સાબિત થતાં બાલાસિનોર તાલુકા પંચાયતની તપાસ ટીમ દ્ધારા પાંડવા ગ્રામ પંચાયતના અધિકાર હેઠળ કોમ્પ્યુટર ઓપરેટર કમ વી.સીને સામે કાયદાકીય પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...