રજૂઆત:દોલતપોરડા ગ્રા.પંની ગ્રામસભામાં તલાટી રોજગાર સેવક ગેરહાજર

બાલાસિનોર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાટી સામે કાર્યવાહી કરવા ગ્રામજનની TDOને રજૂઆત

મહિસાગર જિલ્લામાં સરકારના પરિપત્ર મુજબ 2જી ઓક્ટો.ના રોજ દરેક ગ્રામ પંચાયત માં ગ્રામ સભાનું આયોજન કરાયું હતું. પરંતુ તાલુકાના દોલતપોરડા ગ્રામ પંચાયતમાં સભાનું આયોજન હોવા છતાં તલાટી નહી આવતા ગ્રામજનોના કામો થઈ શક્યા ન હતા.

સરકારના પરિપત્ર મુજબ ગ્રામસભા યોજીને ૧૦૦ ટાક વેક્સીનેસન સબંધે 2,વતન પ્રેમ યોજનાની જાણકારી આપવી 3,૧૫માં નાણા પંચમાં થતાં કામો તથા માર્ગદર્શિકા થી માહિતગાર કરવા 4, સ્વચ્છતા લગતા કાર્યક્રમ કરવા અને મચ્છરજન્ય પાણીજન્ય રોગો અટકાવવા જેવા મુદ્દાઓની ચર્ચા તલાટી કમ મંત્રીએ કરવાની હોય છે. પરંતુ આ ગ્રામ સભામાં તલાટી કમ મંત્રી ગેરહાજર રહેતા ગ્રામજનોને માહિતી મળી શકી નહોતી. જ્યારે ગ્રામ સભામાં 20 જેટલા ગ્રામજનો દ્વારા પોતાના પ્રશ્નો બાબતે લેખિતમાં રજુઆતો આપવામાં આવી હતી.

પરંતુ સરપંચ તથા બે સભ્યો દ્વારા ગ્રામજનોને ઠરાવ બુક નથી તેવું જણાવતા ગ્રામજનો રોષે ભરાયા હતા. તો એક સભ્ય દ્વારા ગ્રામજનોની અરજી તથા એજન્ડા બુક ગુમ કરી દેવામાં આવ્યા. મહત્વની વાત છેકે ગ્રામ સભામાં ગેરહાજર રહેનારા તલાટી સામે જિલ્લા વિકાસ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારી કાયદેસર પગલાં લે તેવી ગ્રામજનો દ્વારા લેખિતમાં અરજી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...