તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૂધમાં ભેળસેળ:દૂધમાં ભેળસેળ થતી હોવાની શંકાએ દૂધ મંડળીને સીલ કરી

બાલાસિનોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફેલસાણી દૂધ મંડળીમાં લોકોના આરોગ્ય સાથે થતાં ચેડાં
 • આણંદ વિજિલન્સ વિભાગને જાણ થતાં ચેકિંગ હાથ ધરાયું

માનવીની જીવન જરૂરિયાત એવા દૂધના ભાવમાં સતત વધતાને લીધે ઠેરઠેર તગડી કમાણી કરી લેવા લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી દૂધમાં ભેળસેળ કરી સફેદ દૂધનો કાળો કારોબાર કરતા હોય છે. બાલાસિનોર તાલુકાના ફેલસાણી દૂધ મંડળીમાં પણ આવો જ કાળો કારોબાર થતો હોવાની અમૂલ ડેરી આણંદ વિજિલન્સ વિભાગને જાણ થતાં વિજિલન્સ વિભાગે ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન દૂધમાં ભેળસેળ હોવાનું માલુમ પડતા મંડળીમાં રહેલ 2700 લીટર દૂધ સાથેના જથ્થા સાથે દૂધ મંડળી સીલ કરવામાં આવી છે. જેના પગલે બાલાસિનોર તાલુકાના ફેલસાની મંડળીમાં દૂધ ભરતા 400 ઉપરાંત પશુપાલકો માટે પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાયો છે. અને છેલ્લા ત્રણ ટંકનું દૂધ પણ દહી થઈ જતાં પડ્યા પર પાટુ મારવા જેવો ઘાટ સર્જાયો છે.

પશુપાલકોને દૂધ ભરવા ક્યાં જવંુ? એ પ્રશ્ન
બાલાસિનોર તાલુકો પશુપાલન અને ખેતી કરી પોતાના પરિવારનુ ભરણ પોષણ કરે છે. પરંતુ છેલ્લા બે દિવસથી ફેલસાણી દુધ મંડળીમાં દુધમાં ભેળસેળ થતી હોવાનું અમૂલ ડેરીના વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં જાણ થતાં તપાસ કરતા દૂધમાં ભેળસેળ હોવાનું માલૂમ થતાં અંદાજીત 400 ઉપરાંત પશૂપાલકોને દુધ ભરવા ક્યાં જવું તે એક મોટો પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો