તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ભાઇ સામે ફરિયાદ નોંધાવવા પોલીસ મથક પર બહેનનો હાઇ વોલ્ટેજ ડ્રામા

બાલાસિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાલાસિનોરમાં ભાઇ સામે ફરિયાદ નોંધાવવા બહેને પોલીસ મથક બહાર સૂઇ આખી રાત વિતાવી હતી. જ્યારે પોલીસે ફરિયાદ નોંધવા અંગે કાર્યવાહી ન કરતાં તેણે ગળે ફાંસો ખાવાની કોશિશ કરી હતી. - Divya Bhaskar
બાલાસિનોરમાં ભાઇ સામે ફરિયાદ નોંધાવવા બહેને પોલીસ મથક બહાર સૂઇ આખી રાત વિતાવી હતી. જ્યારે પોલીસે ફરિયાદ નોંધવા અંગે કાર્યવાહી ન કરતાં તેણે ગળે ફાંસો ખાવાની કોશિશ કરી હતી.
  • મકાનનો વિવાદ કોર્ટ અને કલેક્ટર કચેરીમાં ચાલી રહ્યો છે
  • બાલાસિનોરના મકાનમાં ભાઇએ ગેરકાયદે કબજો જમાવવાની શંકાએ અમદાવાદની બહેનના પોલીસ મથકે આખી રાત ધામા

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ગામના ભંડેરીવાળ ખાતે આવેલ મકાનનો વિવાદ ભાઇ-બહેન વચ્ચે ચાલી રહ્યો છે. અમદાવાદ ખાતે રહેતી બહેન મોક્ષાબેન પંચાલને બાલાસિનોર ખાતેના મકાનમાં તેના ભાઇએ ગેરકાયદે કબજો જમાવી દીધો હોવાની આશંકાએ બહેન અમદાવાદથી બાલાસિનોર ખાતે દોડી આવી હતી અને ભાઇ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા બાલાસિનોર પોલીસ મથકે પહોંચી હતી. પણ હાજર પોલીસે તેમની ફરિયાદ હમણાં નહિ લેવામાં આવે તેમ કહેતાં મોક્ષાબેન બાલાસિનોર પોલીસ મથકેથી વીડિયો વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોમાં ભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પોલીસ મથકે આવી છું પણ પોલીસ ફરિયાદ નહિ નોંધીને મનમાની કરતાં હોવાનો આક્ષેપ કર્યો હતો.

આ મકાનનો વિવાદ અગાઉથી ચાલી રહ્યો છે. ભાઇ દીપ નીતિનકુમાર શાહ અને બહેન મોક્ષાબેન વચ્ચે વિવાદ થતાં હાલ કોર્ટેમાં તથા મહીસાગર કલેક્ટર કચેરીમાં મકાનનો ચાલી રહ્યો છે. જે મકાનના વિવાદને લઇને બહેન ભાઇની વિરુદ્ધ ફરિયાદ નોંધાવા આવતાં ફરિયાદ ના નોધાતાં વાયરલ વીડિયોમાં આખી રાત મહિલા પોલીસ મથકની બહાર નાના બાળકો સાથે સુઇ રહી હોવાનુ બહેને જણાવ્યું હતું.

પોલીસ મથકે ભાઇ વિરુદ્ધ અરજી આપી હતી કે અમદાવાદ રહેતી મોક્ષાબેનને માહિતી મળી કે અમારી મિલ્કતનો સગા ભાઇ દીપ શાહ તાળું તોડીને ગેરકાયદે રીતે પ્રવેશ કરી કે અન્યો મારફતે કરાવી શકે તેમ છે. જેથી કરી અમારી મિલ્કતમાં કબજો કરવાનો પ્રયત્ન ન કરે તે માટે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની લેખિત અરજી આપી હતી. જ્યારે મહિલા પોલીસ મથકની બહાર આખી રાતે બેસી રહ્યાનો વીડિયો વાયરલ થતાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી દોડી આવીને મામલાને થાળે પાડ્યો હતો.

પોલીસે ફરિયાદ નોંધવાની ના પાડતાં મહિલાની ગળેફાંસો ખાવાની કોશિશ
મહિલાએ વાયરલ કરેલા વીડિયોમાં ફરિયાદ નોંધવાની પોલીસે ના પાડતાં તેણે ગળે ફાંસો ખાવાની કોશિશ કરતાં તેના નાના બાળકો માતાને બચાવવા દોડી આવે છે. મહિલા પોલીસ સ્ટેશનની બારી પર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાવાની કોશિશ કરતાં હાજર કર્મચારીઓ દોડીને આવીને મહિલાને બચાવતાં હોવાનું વીડિયોમાં જોવા મળે છે.

જેની પણ તરફેણમાં કોર્ટનો ચુકાદો આવે તે મકાનનો કબજો લે: પોલીસે સમાધાન કર્યું
વીડિયો વાયરલ થતાં મહીસાગર ડીવાયએસપી પોલીસ મથકે દોડી આવ્યા હતા. પોલીસે મહિલાના ભાઇ દીપ શાહને પણ બોલાવ્યો હતો. પોલીસે ભાઇ બહેનને સમજાવ્યા હતા કે મકાનનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યાં સુધી મકાનમાં કોઇએ પ્રવેશ કરવો નહિ અને મકાન પર બંનેએ તાળું મારી દેવાનું. જેની તરફેણમાં કોર્ટનો ચુકાદો આવે તે મકાનનો કબજો લે તેવંુ સમાધાન ભાઇ બહેને માન્ય રાખતાં હાઇ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...