બાલાસિનોર તાલુકામાં આવેલા ભાથલા ખાતે છેલ્લા 6 વર્ષથી કાર્યરત બીજાસન એકસપ્લોઝીવ પ્રા.લી દ્વારા માલિકીની અને સરકારી જમીન પર કબજો કરેલ હોવાની ફરિયાદ ઉઠી હતી. જે બાબતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કંપનીના માલિકો સામે ગુન્હો નોંધવામાં આવે તેવી લેખિત રજૂઆત સ્થાનિક ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી હતી. જેમાં નિયમસાર કાર્યવાહી કરવાની સુચના મહેસૂલ વિભાગને આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર બીજાશન એક્સપ્લોઝીવ પ્રા.લી કંપની દ્વારા એકલોઝીવ પદાર્થ બનાવવામાં આવે છે. આ કંપની દ્વારા ભાથલા રેવન્યુ વિસ્તારમાં કંપની સ્થાપિત કરી છે. જેમાં એક ખેડૂતની જમીન કંપની વચ્ચે હોવાના પગલે ખેડૂતને પૂછ્યા વગર આસપાસ 20-25 ફૂટની દીવાલો ઉભી કરી દેવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. મુખ્યમંત્રીને કરેલ રજુઆતમાં જણાવ્યું છેકે આ કંપની દ્વારા સરકારી પાંચ ચેકડેમો, કોતરો અને સરકારી ખરબાઓ કબજે કરી કંપની બોર્ડરની અંદર સમાવી લેવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે.
જ્યારે ખેડૂતને પોતાની જમીન ખેડવા કે દેખવા માટે પણ જવા દેવામાં આવતા નથી. આ બાબતે મુખ્યમંત્રીને આ કંપનીના માલિકો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધવા અરજી કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી કાર્યાલય માંથી મહેસૂલ વિભાગના મુખ્ય અધિક સચિવને સમગ્ર બાબતે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારું મુખ્યમંત્રી કાર્યાલય માંથી સૂચન કરવા આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.