વિરોધ:બાલાસિનોર ડમ્પિંગ સાઈટ મામલે વિરોધ વંટોળ ફૂંકાયો, આમરણાંત ઉપવાસની શરૂઆત

બાલાસિનોર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોર તાલુકાના જમિયતપુરા સીમમાં આવેલ વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટના કારણે આસપાસના 26 ગ્રામ પંચાયત તેમજ બાલાસિનોર નગરમાં વિરોધ ઉઠ્યો છે. પશુ પક્ષી, માનવજાત ઉપરાંત ખેતી તેમજ કૂવામાં કેમિકલની અસર દેખાવા લાગી છે જેના કારણે આસપાસના ગામોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ડમ્પિંગ સાઇટ પાસેના ગામોમાં પ્રાથમિક શાળામાં ભણતા ભૂલકાઓ ના માનસ પટ પર તેની અસર થતી હોય બાળકો દ્વારા પ્રાંત અધિકારી ને આવેદન અપાયું હતુ. ત્યારબાદ ઠાકોર સેના દ્વારા પણ આવેદન આપી ડમ્પિંગ સાઇટ બંધ કરવા માગણી કરી હતી. અને ધરણા પણ કરાયા હતા. હવે હિતેન્દ્ર સોલંકી નામના સામાજીક અગ્રણી દ્વારા આમરણ ઉપવાસ પણ શરૂ કરાયાનું જાણવા મળેલ છે.

બીજી તરફ આજે મહિસાગર જિલ્લા કોંગ્રેસ આગેવાનોની ઉપસ્થિતિમાં બાલાસિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ છત્રસિંહ વાઘેલા જિલ્લા, કોંગ્રેસ પ્રમુખ હરજીવનભાઇ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ ઉદેશી ચૌહાણ, સમીર શેખ, લુણાવાડા શહેર પ્રમુખ સુરેશ પટેલ જિલ્લા યુથ કોંગ્રેસ ચિરાગભાઈ બાલાસિનોર પાલિકાના કોંગ્રેસ સદસ્યો વિગેરે દ્વારા પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં આવેદન આપી ડમ્પિંગ સાઈટ સામે કાર્યવાહી કરવા માંગણી કરેલ છે. આ અગાઉ ધારાસભ્ય દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી આ આ કેમિકલ વેસ્ટ ડમ્પિંગ સાઇટ બંધ કરવા પણ માંગણી કરાયાનું પણ જાણવા મળે છે

અન્ય સમાચારો પણ છે...