કોરોના કહેર:બાલાસિનોર પંથકમાં કોરોના સંક્રમણને નાથવામાં તંત્ર નિષ્ફળ

બાલાસિનોર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરમાં થૂંકતા લોકોના કારણે કોરોના સંક્રમણ વધવાની ભીતિ
  • સરેઆમ નિયમોનો ભંગ છતાં કોઇ જ કાર્યવાહી નહીં

બાલાસિનોરમાં જ્યારથી અનલોકનો આરંભ થયો છે અને કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેને કારણે સંક્રમણ વધ્યું છે. લોકો ખુલ્લેઆમ માસ્ક વિના ફરતા જોવા મળે છે, નગરના કેટલાક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. ઉપરાંત નગરમાં પાન મસાલા ખાતા કેટલાક લોકો મસ્કનો ઉપયોગ કરતા નથી. જાહેરમાં થૂંકતા લોકોના કારણે કોરોના સંક્રમણ વધવાની ભીતિ પણ રહેલી છે.  

સરકારની વારંવારની ચેતવણીની અહીં કોઈ અસર જણાતી નથી. કેટલાક શાકભાજીની, ફળની અને અન્ય ધંધાની હાથલારીઓવાળા અને કેટલાક વેપારીઓ અન્ય ધંધાદારીઓ માસ્ક પહેરતા નથી અને તેમની દુકાનોએ કે હાથલારી પર સોશીયલ ડિસ્ટન્સ નો સરેઆમ ભંગ થતો હોવા મળે છે.  તો કેટલાક દુકાને માસ્ક પહેરીને જ આવવું તેવું બોર્ડ મારી કાયદાનો અમલ કર્યાનો સંતોષ લે છે .

અન્ય સમાચારો પણ છે...