બાલાસિનોરના પાંડવા ગ્રાામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર અને તેઓના પિતા દ્ધારા પાંડવાના એક અરજદારને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો રૂપિયાના હપ્તા પ્રમાણેનો ખોટો વર્ક ઓર્ડર બનાવી આપી 23 હજારની ઠગાઈ કરતા અરજદાર દ્ધારા તાલુકા વિકાસ અધિકારીને વર્ક ઓર્ડર બતાવતા સમગ્ર કૌભાંડનો પરદાફાસ થયો હતો.
અરજદાર રજનીભાઈ બાલશંકર લેખિત અરજી આપતા જણાવ્યું હતું કે પાંડવા ગ્રામપંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરના પિતા હેમંતકુમાર સેવક દ્ધારા અમોને કહેલ કે તમારુ આવાસ મંજુર થયેલ છે. જેના નાણાં બેંક ખાતામાં પડાવવા માટે તલાટી કમ મંત્રી પાંડવા તેમજ અન્ય અધિકારીઓને પ્રથમ હપ્તો કઢાવવા માટે ચા-પાણીના 13500 આપવા પડશે. તેમ કહેતા અમોએ 13500 આપેલ હતા.
ત્યાર બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો આવેલ નથી ત્યારે મિતુલ સેવકનો સંપર્ક કરતા તેઓએ તલાટી અને અધિકારીઓને ચા-પાણી કરવાના 10 હજાર આપવા પડશે તેમ કહી પૈસા પડાવ્યા હતા. જોકે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રથમ હપ્તો ન આવતા ભારપુર્વક રજુઆત કરતા પિતા-પુત્રએ હપ્તા બાબતનો એક વર્ક ઓર્ડર આપ્યો હતો. જેના પર શંકા જતા તાલુકા વિકાસ અધિકારીને મળતા તેઓએ વર્ક ઓર્ડર ખોટો હોવાનું કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.