ભાસ્કર વિશેષ:ગેરકાયદેસર જમીન પચાવી પડાવવા બદલ લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવા મહિસાગર કલેક્ટરનો હુકમ

બાલાસિનોર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન પચાવી ‘આ અમારી જમીન છે કબજો નહીં મળે’ કહી મારામારી કરી

જમીયતપુરાના સીમ ખાતા નં.2133, સર્વે 44 પૈકી 13 તથા 45 પૈકી 13 હે.આર.અે. ચો.મી 5-5510ની ખેતી લાયક જમીન આવેલ છે. જે જમીન દેસાઇ લત્તાબેન સાંકળલાલની દિકરી તથા દેસાઇ માલતીબેન સાંકળલાલની દિકરી તથા દેસાઇ રાજેશકુમાર તથા દેસાઇ પ્રિયકાંત પાસેથી 15,00,000માં વેચાણ દસ્તાવેજથી લીધેલ અને તેનો વેચાણ દસ્તાવેજ તા.13 અેપ્રિલ 2014માં કરેલ અને ત્યારથી આ જમીન બાલાસિનોરની અંબિકા સોસાયટીમાં રહેતા સેજલ સુથારના નામે છે. જમીનમાં ખેતીના સાધનો મુકવા કાચી ઓરડી બનાવેલ. તેમજ જમીનમાં ભાગેથી ખેતી કરાવતા હતા.

તેમજ આ જમીન ઉપર સેજલબેને એચ.ડી.એફ.સી. બેંક બાલાસિનોર માંથી રૂા. 8,77,000 તથા રૂા.24,97,000ની ખેતી ધીરાણની લોન લીધેલ હતી. દરમ્યાન ઉપરોક્ત જમીન અમોએ વેચાણથી લીધેલ તે પહેલા જમીનના અગાઉના મુળ માલી આ જમીન ભાગેથી વાવેતર કરવા ભલાભાઇ પરમાર રહે.ડોડીયા સીમળીયાના બાલાસીનોરને આપેલ હતી. જમીનમાં ભાગેથી ખેતી કરતા હતા. આજથી આશરે ત્રણેક માસ અગાઉ મારા પતિ અમો બંને અમારી ઉપરોક્ત જમીયપુરા ગામે આવેલ ખેતરે ગયેલા. ત્યારે અમારી જમીન ભાગેથી ખેડતા ભલાભાઇ પરમારે જણાવેલ કે અમારી જમીન તમો ભાગે ખેડો છો પરંતુ હવેથી આ જમીનમાં તમે વાવેતર કરશો નહી.

અમારે અમારી જમીનમાં જાતેથી ખેડાણ કરી વાવેતર કરવાના છીએ તેવી વાત કરીને ગલા પરમાર, ખોડીયો પરમાર, પરેશ પરમાર, બાબર પરમાર, ઇમાર પરમાર, સોમા પરમાર, મુખા પરમાર - અમસ પરમાર, વજા પરમાર, મહેન્દ્ર પરમાર, ૨મેશ પરમાર, અખમ પરમાર તમામ અમારી જમીનમાં ખેતી કરતા હોય જેથી તેઓ બધા આવેલ અને ઉશ્કેરાઇ કહેલ કે જમીન વર્ષોના ખેડીએ છીએ અને અમારી છે અા જમીનનો કબ્જો તમોને નહી મળે કહી ગમે મારામારી કરી મારા પતિને જાનથી મારવાની ધમકી આપી જમીનમાં પ્રવેશ નથી કરવા માલીકીની જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો કરી પચાવેલ છે. જે બાબતે કલેક્ટરે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરવા તા 1/11/2021ના રોજ હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...