તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવ્યજ્યોતિ ફાઉન્ડેશન બાલાસિનોર સંચાલિત સીટીઝન હોમમાં છેલ્લા પાંચ મહિનાથી રહેતાં 76 વર્ષીય મધુબેન પટેલનું પેટ તેમના શરીર કરતા પ્રમાણમાં મોટું હતું. સંસ્થામાં થતા રૂટિન મેડિકલ ચેકઅપના ડો. નમ્રતા ગુપ્તાને મધુબેનને જણાવ્યું હતું કે તેમનું પેટ છેલ્લા 15 વર્ષથી જાતે જ વધવા લાગ્યું છે. તેમણે પેટમાં કોઈ દુખાવો થતો ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ વારંવાર પેટમાં અને છાતીના ભાગે બળતરા થતી હતી. ખોરાક લેવામાં તકલીફ પડતી હોવાનું જણાવ્યું હતું.
ટેસ્ટ કરાવતા ગાંઠ હોવાનું ખૂલ્યું
ડોક્ટરે મધુબેનની વાત સાંભળી તેમને સોનોગ્રાફી, સીટી સ્કેન સહિતના અન્ય ટેસ્ટ લેબોરેટરીમાં કરાવવા જણાવ્યું હતું. ટેસ્ટ દરમિયાન હાર્ટની 56 ટકા પંપીંગ કેપેસીટી, કિડનીમાં નેફોસિસ અને તેમના પેટમાં 34X 3, 1X22 સેન્ટીમીટરના અસામાન્ય કદની અને જોખમી ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું. જેને કારણે મધુબેનને ઓપરેશન કરાવવું ફરજીયાત થઇ ગયું હતું. પરંતુ જોખમી ઓપરેશન હોવાથી કેટલીય હોસ્પિટલો અને ડોક્ટરોએ ઓપરેશન ન કરવાની સલાહ સંસ્થાના સંચાલકને આપી હતી.
ડોક્ટરે વૃદ્ધાને નવજીવન આપ્યું
આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે ખેડા જિલ્લાના ખાત્રજ ચોકડી પાસે આવેલ વેદ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોકટર પુજન શુક્લે ઓપરેશન કરવાની તૈયારી બતાવી હતી. અને તેમની ટીમ દ્વારા મધુબેનના પેટ માંથી 11 કિલો વજન વાળી ગાંઠ દૂર કરી સફળતા પૂર્વક ઓપરેશન કરી વૃદ્ધાને નવજીવન આપ્યુ હતુ. ઓપરેશન બાદ વૃદ્ધાએ દિવ્યજ્યોતિ ફાઉન્ડેશનના સંચાલકો, ડોક્ટર અને તેમની ટીમનો આભાર માન્યો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.