તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કઠલાલની ગઠીયા શાળાના શિક્ષકની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરાઇ

બાલાસિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીનની દલાલીમાં શિક્ષક સિરાજ સૈયદે 59 લાખ દબાવી દીધાની ફરિયાદ

કઠલાલ તાલુકાની ગઠીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને બાલાસિનોર ખાતે રહેતા સિરાજભાઈ રૂકમુદ્દીન સૈયદની 59 લાખની છેતરપિંડીનાં આરોપસર બાલાસિનોર પોલીસ ધરપકડ કરતાં ખેડા તેમજ મહીસાગર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપી શિક્ષકની વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરેલ છે.

બાલાસિનોરના રહીશ સુનિલભાઈ અરજણભાઇ પટેલ દ્વારા વર્ષ 2018માં વડદલા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી સિટી સર્વે નંબર 1386 પૈકી -2 ખાતા નંબર 1777 વાળી પિયત જમીન અલીરાજાભાઈ પાસેથી ખરીદી હતી.જે પેટે 59 લાખ ચૂકવ્યા હતા. ત્યારબાદ આ શિક્ષક સિરજભાઈ સૈયદ દ્વારા પોતે દલાલ બનીને અલીરાજાભાઈ પાસેથી સુભાષભાઈ પટેલ અને તેમના ભાગીદારોને વધુ કિંમતે અપાવી હતી. જેને પગલે અગાઉ જમીન રાખનાર સુનિલભાઈના 59 લાખ સુભાષભાઈ પટેલ દ્વારા આપવામાં આવશે તેમ કહ્યું હતું. જોકે શિક્ષક અને દલાલ બનેલા સિરાજ સૈયદે આ 59 લાખ પોતાની પાસે મેળવી લઈને સુનિલભાઈને આપ્યા નહોતા. આ બાબતની જાણ થતાં સુનિલભાઇએ સિરાજભાઈ પાસે રકમની ઉઘરાણી કરી હતી.

જોકે સિરાજભાઈએ એક 500ની નોટ મૂકીને કાગળનાં બંડલો બનાવીને છેતરવાનો પ્લાન બનાવ્યો હતો, જોકે વિનુભાઇ એ આ બાબતની જાણ સુનિલભાઈને અગાઉ થી કરી દીધી હોવાથી સિરાજભાઈની બદ દાનત જાહેર થઈ ગઈ હતી. જેને પગલે તા.26 જુન 2021નાં રોજ સુનિલભાઈ પટેલે બાલાસિનોર પોલીસને 406,420 કલમ હેઠળ ગુનો નોંધીને શિક્ષક સિરાજ સૈયદ સામે કાર્યવાહીની માંગ કરી હતી. બાલાસિનોર પોલીસે 59 લાખની છેતરપિંડી કરનાર આરોપીને લુણાવાડાથી ઝડપી લઈને લોકઅપમાં પૂરી દઈને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરે તેમ જાણવા મળેલ છે.

શિક્ષકનાં અન્ય કરતૂતો બહાર આવે તેવી સંભાવના
ખેડા જિલ્લાના ગઠીયા પ્રા.શાળાના શિક્ષકની 59 લાખ ની છેતરપિંડીમાં ધરપકડ બાદ તેના વધુ કરતૂતો બહાર આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કેટલાક વગદાર માથાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા આ શિક્ષક દ્વારા અન્ય કેટલાક લોકો સાથે પણ ઠગાઈ કરી હોવાની વાતો નગરમાં ચર્ચાઈ રહી છે. જેને પગલે પોતાના નીચે રેલોનાં આવે તેમ સમજીને તેના આકાઓ મોડી રાત સુધી શિક્ષક સિરાજભાઈને મળીને પોતાનું નામનાં આવે તેવા પ્રયત્નોમાં જોવા મળતા હતા.

અન્ય સમાચારો પણ છે...