મહિસાગર જિલ્લાના બાલાસિનોર પંથકમાં વરસાદ ખેંચાયો છે. અને હવામાન ભેજની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ગંદકી તથા મચ્છરજન્ય રોગચાળાએ અને વાયરલ ફીવર તાવ શરદી ઉધરસ જેવા દૈનિક કેસોમાં વધારો થવા લાગ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર મચ્છરજન્ય રોગચાળો અંકુશમાં લેવાના પ્રયાસો કરી રહ્યું છે. અને તો સલામત હોવાનો રાગ આલાપી રહ્યું છે.
ચોમાસુ અનેક મુસીબતો સાથે લઈને આવ્યું છે. વરસાદની ખેંચ થી ખેતી સંકટમાં મુકાઇ છે. તેની સાથે જન આરોગ્ય પણ હવે જોખમાયું છે. તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પારાવાર ગંદકીનુ સામરાજ્ય ફેલાતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા પોરા નાશક કામગીરી થતી હોવા છતાં ડેન્ગ્યુ અને મેલેરિયાના મચ્છરોની ઉત્પત્તિ વધી છે. જેના કારણે મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું હોવા છતાં આરોગ્ય વિભાગ સબ સલામત હોવાનું રટણ રટી રહ્યુ છે. જ્યારે બીજી બાજુ ખાનગી દવાખાના તથા હોસ્પિટલોમાં તાવ શરદી ઉધરસ જેવા વાયરલ ફીવરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.