આરોગ્ય તંત્રની બેદરકારી:બાલાસિનોરમાં રસીકરણનો ટાર્ગેટ બતાવવા બુસ્ટર ડોઝની ખોટી એન્ટ્રી

બાલાસિનોર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને મોબાઈલ પર મેસેજ આવ્યા ત્યારે ખબર પડી કે અમને રસી મુકાઈ ગઈ છે

બાલાસિનોર તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર સાથે પાંડવા, ઓથવાડ, જનોડ, ગુંથલી સહિત અર્બન હેલ્થ સેન્ટર તાલુકા અને નગરની પ્રજા માટે સરકાર દ્ધારા કાર્યરત કરવામાં આવ્યા છે. ત્યારે તાલુકાના અમુક આરોગ્ય કર્મચારીઓ ઉપલા અધિકારીઓની વાહ વાહ લેવા માટે વેક્સીન આપી ના હોય તેવા વ્યક્તિઓની એન્ટ્રીઓ કરી દેવામાં આવતી હોવાની બુમ ઉઠી છે.

વ્યક્તિએ બુસ્ટર ડોઝ લીધો ન હોવા છતા મોબાઈલ પર મેસેજ આવ્યા કે રસી મુકાઈ ગઈ છે, જેના પરથી ખોટી એન્ટ્રીઓ કરાઈ હોવાનું બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...