તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:બાલાસિનોરમાં 2 દિવસમાં 15થી વધુ કેસ નોંધાતાં ભયનો માહોલ

બાલાસિનોર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના કેસ ડામવાને બદલે રસીકરણ કરવાની કામગીરીમાં વ્યસ્ત તંત્ર

બાલાસિનોરમાં કોરાના સંક્રમણની ગતિ બેકાબૂ બનતાં આરોગ્ય તંત્રના જવાબદાર વલણ વચ્ચે સંક્રમિત દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર સહિત તાલુકામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતાં કોરોના બેલગામ બનવા છતાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ટોળાં જોવા મળી રહે છે.

કેસ વધતાં મોડે મોડે આરોગ્ય તંત્રએ જાગીને વધુ ટેસ્ટ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. બાલાસિનોર નગરજનો પણ સરકારની ગાઇડલાઈનને નેવે મૂકી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડાવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય અને કોરોનાને ડામી શકાય તે માટે નગરના મુખ્ય બજાર, રાજપુરી દરવાજા પાસે આરોગ્ય પોલીસ અને નગરપાલિકા દ્વારા એન્ટી રેપિડ ટેસ્ટ કરાઇ રહ્યા છે. બાલાસિનોરમાં છેલ્લા 2 દિવસમાં 15 કરતા વધુ કેસો નોંધાતાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં પુનઃ ટેસ્ટીગ શરૂ કરાઇ રહ્યું છે.

આમ, ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળું મારવા જેવો ઘાટ સર્જાયો છે. બીજી બાજુ આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિન આપવાની કામગીરીમાં જોતરાયેલું તંત્ર જાણે કે પોતાનું ટાર્ગેટ પૂરું કરવામાં વ્યસ્ત બન્યું છે. રસી લીધા બાદ સબ સલામત થવાનું હોય તેવું વિચારી નગરમાં કોરોના બેલગામ થયો હોય તેવું લાગી રહ્યું છે.

વિરપુરમાં શનિવારે 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ 275
મહિસાગર જીલ્લામા દરરોજ 20થી 30 પોઝિટીવ કેસો સામે આવી રહ્યા છે, તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લઈ કોરોનાને અટકાવવા રાઉન્ડ ધ ક્લોક જહેમત ઉઠાવાઈ રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં વિરપુર તાલુકામાં વધુ 10 પોઝિટીવ કેસ નોંધાતા સ્થાનિક તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તાલુકાના રતનકુવા, ડેભારી, ભરોડી, ખેરોલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસોમાં સતત વધારો થતાં સ્થાનિક તંત્ર મુંઝવણમાં મુકાયું છે. ત્યારે તાલુકામાં અત્યારસુધીમાં 275 લોકોને સંક્રમિત થયા છે અને 4 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો