તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:બાલાસિનોરમાં સળિયાના રૂપિયા પરત માગતાં છરીથી કર્યો

બાલાસિનોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે ગણતરીના કલાકોમાં મોહસિનને પકડ્યો

મહિસાગરના બાલાસિનોર તાલુકા ખાતે મુલ્લાવાડમાં રહેતા મેહમુદમિયા પીરજાદા તેમની બહેનના ઘરના બાંધકામ માટે સળિયાની જરૂર હતી.

આ સળીયા લેવા માટે મેહમુદભાઈએ કડીયાવાડમાં રહેતા મોહસીન ઊર્ફે બિલ્લો શેખને 50 હજાર આપ્યા હતા. કેટલાક દિવસો વીતી ગયા બાદ તેમની બહેનના ઘરે સળિયા ન પહોંચતા મહેમૂદભાઇએ આ બાબતે મોહસીન ભાઈને અવારનવાર ટકોર કરી હતી. પરંતુ મોસીનભાઈ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. થોડા દિવસ બાદ મહેમુદભાઈએ તેમના ઘર પાસે જતા હતા. તે સમયે મોહસીનભાઈ તું મને સળિયાના રૂપિયા અંગે કેમ કરી હેરાન કરે છે. એવું કહીને મેહમુદભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. મહેમુદમિયા ખસી જતા બચી ગયા હતા. અને બુમરાણ મચાવતા મહેમુદમિયાના ભાઈઓ આવી તેમને બચાવી લીધા હતા. જોકે પોલીસે મોહસિનને ગણતરીના કલાકોમાં ઝડપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો