નોટિસ:બાલાસિનોરની જીઆઈડીસીમાં કોમર્શિયલ પ્લોટમાં ગેરકાયદે બાંધકામ થતું હોવાની રાવ

બાલાસિનોર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ આજ પ્લોટમાં ગેરકાયદે બાંધકામ બાબતે નગરપાલિકાએ નોટિસ ફટકારી હતી

બાલાસિનોર જીઆઈડીસીની વિસ્તારમાં સુકુન એસોસીએશન દ્ધારા પ્લોટ નંબર 1-બીમાં બાંધકામ કર્યું હતું. જેના સંદર્ભે ભારે વિવાદ સજાર્યા બાદ નગરપાલીકાએ નોટીસ ફટકારી હતી અને બાંધકામ બંધ કરવાની ફરજ પડી હતી. જે પ્લોટમાં અન્ય બાકી જગ્યામાં ફરી બાંધકામ કરાતાં ચર્ચાનો વિષય બન્યો છે.

બાલાસિનોર​​​​​​​ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર 1-બી માં સુકુન એસોસીએશન દ્ધારા રોડ માર્જીનની જગ્યા રાખ્યા વગર અને નગરપાલીકાની પરવાનગી ના લીધા વગર બાંધકામ કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જે પ્લોટમાં બાકી પડેલી જગ્યામાં ફરી બાંધકામ કરવામાં આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ રોડ માર્જીન સંદર્ભે હુન્ડાઈ શોરૂમ સાથે નવું બનાવેલું શોપીંગ સેન્ટર તોડી પાછું લેવામાં આવ્યું હતું. અને હાલ નવું બાંધકામ ચાલુ કરવામાં આવતા જીઆઈડીસી ઓળખ સમાન સ્ટેચ્યુ રોડ પરથી ના દેખાય તેવી રીતે, તેમજ બગીચા, પાર્કીગ, કેન્ટીનનું માર્જીન રાખ્યા સિવાય બાંધકામ કરાતા સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

સમય મર્યાદા પૂર્ણ થતા નોટિસ આપી હતી
જીઆઈડીસી ને 2015માં બાંધકામ પરમીશન આપેલ હતી. જે 11 માસબાદ પૂર્ણ થઈ ગી હતી. જે બાદ 2020માં બાંધકામ કરતા હોવાથી ત્યારે નોટીસ આપેલ હતી. હવે હાલની સ્થિતિ જોઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે.- આકાશ પટેલ, બાલાસિનોરના ચીફ ઓફિસર

ઓનલાઈન પરમિશન લઈ કામ શરૂ કરાયું છે
પ્લોટ માલીકને પૂછતા તેઓએ જણાવ્યું છે કે ઓનલાઈન પરમીશન લઈને બાંધકામ કરવામાં આવ્યું રહયું છે.- રેહાન બોબી, જીઆઈડીસીના પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...