બાલાસિનોરના MLAની જાહેરાત:અજીતસિંહે કહ્યું,‘ ભાજપના નેતાઓ મારો સંપર્ક કરે છે’; કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડવાની શક્યતા

બાલાસિનોર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
અજીતસિંહ ચૌહાણ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અજીતસિંહ ચૌહાણ - ફાઇલ તસવીર

રાજ્યમાં 2017 પછી કોંગ્રેસના 16 ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે વધુ એક ધારાસભ્યએ પણ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા છે. બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે જણાવ્યું છે કે, ‘ભાજપના ઘણા ટોચના નેતાઓ તેમના સંપર્કમાં છે, અને તેમને ભાજપમાં જોડાઈ જવા માટે કહે છે. જોકે પાર્ટીમાં જોડાવા માટે તેઓએ હજુ અંતિમ નિર્ણય નથી કર્યો’ તેમ પણ ઉમેર્યું હતું. કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરતા ભાજપમાં ધીરે ધીરે કોંગ્રેસી નેતાઓ જોડાઈ રહ્યા છે.

16 કોંગી ધારાસભ્યોએ કેસરિયા કર્યા
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ 16 ધારાસભ્યો એ કેસરિયા કર્યા છે. અને હવે આગામી નંબર બાલાસિનોરના ધારાસભ્યનો હોય તેવી આશંકાઓએ જોર પકડ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી અજીતસિંહ ચૌહાણ ભાજપમાં જોડાય છે.

કાર્યકરોને પૂછીને વધુ નિર્ણય લઈશઃ અજીતસિંહ
આવી ચર્ચાઓ વચ્ચે બુધવારે ધારાસભ્યએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું છે કે, ‘ભાજપના ટોચના નેતાઓ વારંવાર મારો સંપર્ક કરે છે, અને મને જોડાવા માટે કહે છે. પરંતુ હાલ પુરતો મે નિર્ણય લીધો નથી. મારા મતક્ષેત્રના કાર્યકરો અને મારા મિત્રોને પુછીને યોગ્ય નિર્ણય લઈશ.’

અન્ય સમાચારો પણ છે...