તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બાલાસિનોરમાં હિંદુ સેવા સમાજ દ્વારા સેવા યજ્ઞ શરૂ કરાયો ,કોરોના દર્દીઓ માટે ઓક્સિજન વરદાનરૂપ

બાલાસિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાલાસિનોરમાં શ્રી હિંદુ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા  સેવા યજ્ઞ શરૂ - Divya Bhaskar
બાલાસિનોરમાં શ્રી હિંદુ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સેવા યજ્ઞ શરૂ
  • કોરોનાનુ સંક્રમણ વધતા અનેક સામાજિક સંસ્થાઓ મદદ માટે આગળ આવી

બાલાસિનોર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાઇરસે કહેર વર્તાવ્યો છે. અને મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. અને એક બેડ મેળવવા દર્દીના સ્વજનોને ભટકવાનો વારો આવી રહ્યો છે. નગર અને તાલુકાની પરિસ્થિતિ જોતા બાલાસિનોરની સેવા ભાવિ સંસ્થાઅો સેવા કરવાની ભાવના બાલાસિનોર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમિત દર્દીઅો માટે ઓક્સિજન બોટલ, ફલો મીટર સહિતના અારોગ્યલક્ષી સાધનો પુરા પાડવામાં અાવી રહ્યા છે.

હોસ્પિટલની બહાર બેઠેલા દર્દીઓના સ્વજનો માટે પણ ચા, નાસ્તો, પાણી તથા કોરોનામા મરણ પામેલા વક્તિઅોની અંતિમવિધિ જેવી નિશુલ્ક સેવાઓ માટે બાલાસિનોરની શ્રી હિન્દુ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. ટ્રસ્ટના પ્રમૂખ રાજેશભાઇ પાઠકે જણાવ્યુ હતુ કે ટ્રસ્ટ દ્વારા ઓક્સિજનની બોટલો ૧૦૦, ફલો મીટર ૧૫, 100 જેટલા માસ્ક અાપવામાં આવ્યા સાથે સાથે દર્દીના સ્વજનો માટે ચા નાસ્તો પાણીની સેવા નિશુલ્ક પુરી પાડવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...