નિદાન કેમ્પ:ખેડા જિલ્લામાં સતત ત્રીજા દિવસે તાલુકામાં આરોગ્ય મેળા યોજાયા

બાલાસિનોર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાલાસિનોર, ઠાસરા અને મહુધા ખાતે નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની તપાસ

ખેડા જિલ્લામાં સતત ત્રીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા મેળાના આયોજન થઈ રહ્યા છે. જેના ભાગરૂપે બાલાસિનોર, ઠાસરા અને મહુધા તાલુકામાં આજે આરોગ્ય મેળા યોજાયા હતા.

જાહેર જનતાને આંખનું નિદાન સારવાર માર્ગદર્શન, સગર્ભા મહિલાની નિષ્ણાંત ડોક્ટર દ્વારા તપાસ, પી.એમ.જય વાત્સલ્ય કાર્ડની કામગીરી, હેલ્થ આઈડી કાર્ડની કામગીરી, હોમિયોપેથીક દવા નિદાન, 12 થી 100 વર્ષ સુધીના વ્યક્તિઓને વેકસીનેશન સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલાસિનોર ખાતે યોજાએલ મેળામાં ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, સાંસદ રતનસિંહ રાઠોડે હાજરી આપી હતી.

જ્યારે ઠાસરા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના હસ્તે નગરસેવા સદન ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુધામાં બાવીસ ગામ પાટીદાર સમાજ વાડી ખાતે આરોગ્ય મેળાનું આયોજન થયું હતું. જેમાં આયુષ્માન કાર્ડ-112 અને હેલ્થ આઈડી કાર્ડ-109 જેટલા સ્થળ પર વિતરણ કરવામાં આવ્યા હતા.

જયારે બીપી/ડાયાબિટીસની 210 જેટલા લોકોની તપાસવામાં આવી હતી. અને લેબોરેટરી 97 જેટલાં લેબ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ નડિયાદ રેડક્રોસ બ્લડ ડોનેશન કેમ્પમાં 18 લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. તેમજ આયુર્વેદિક 75 અને હોમિયોપેથીની 67 સહિત જનરલની 119 ઓપીડી નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...