હુમલો:રાજપરુમાં ખાબોચિયાનું પાણી ઉડવા જેવી બાબતે મારામારી

બાલાસિનોર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

બાલાસિનોરના રાજપરુમાં ખાબોચિયાનું પાણી ઉડવા જેવી બાબતે મારામારી થઈ હતી. જે મામલે બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.મુખતિયાર ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું છે કે,ગતરોજ તેમના પત્નિ કરિશ્મા નાના છોકરા સાથે ઘરની બહાર બેઠા હતા.

આ દરમિયાન ગામમાં રહેતા મહેમદ નઝીમખાન પઠાણ એક્ટિવા ચલાવીને ત્યાંથી પસાર થયા હતા. ત્યારે એક્ટિવાનું વ્હીલ ખબોચિયામાં પડતાં પાણી ઉછળીને તેમની પત્ની અને બાળકો પર પડ્યું હતું. જેથી કરિશ્માએ તેમને વાહન ધીરે ચલાવવા કહ્યું હતું. ત્યારે તે પત્નીને ગાળો બોલીને જતો રહ્યો હતો. થોડા સમય બાદ તેઓ ભાઈ સાથે ગાડી લઈને રાજપરુ જવા નીકળ્યાં હતા. તે વખતે રાજપરુ દરવાજા પાસે મહેમદભાઈ, તેમનો છોકરો મોઈન અને એક અજાણ્યો વ્યક્તિ હાથમાં ડંડો લઈને ઉભા હતા. જ્યાં તેઓ ગાડી રોકીને ગાડી પર ડંડો મારી ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતાં.

એટલું નહીં, ત્રણેય જણાએ ભેગા થઈને તેમને ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહેમદ ચૌહાણે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ છે. બાલાસિનોર પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...