ચૂંટણી બાબતે વિવાદ:જેઠોલીમાં સરપંચની ચૂંટણી બાબતે બે જૂથ વચ્ચે મારામારી

બાલાસિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર ઉભી રખાવવાના મુદ્દે ઘર્ષણ

બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામે ચૂંટણીની આગલી રાત્રે ઉમેદવાર અને હરીફ ઉમેદવારના ટેકેદાર વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા તંગદીલી વ્યાપી ગઇ હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથધરી છે. જેઠોલી ગામે સરપંચના ઉમેદવાર દીપકભાઈ મણીલાલ પંચાલ તેમના ટેકેદારો સાથે રાત્રીના સમયે મારુતિ ગાડી લઈ જતા હતા. ત્યારે હરીફ ઉમેદવારના દીકરા મનોજભાઈ જાલુભાઈ ચૌહાણ તથા તેમના ટેકેદારોનું ટોળું જોતા ગાડી ઉભી રખાવી હતી. ગાડી રોકવા બાબતે પૂછતાં, મનોજભાઈ ચોહાણએ ફેટ પકડી ગાડીમાંથી બહાર કાઢી ખેંચી કાઢી ગમેતેમ ગાળો બોલી કહેવા લાગેલ કે અત્યારે તે પોલીસ કેમ બોલાવી. જેનાં જવાબમાં દીપકભાઈ પંચાલએ જણાવેલ કે અમોએ પોલીસ બોલાવેલ નથી પોલીસ પેટ્રોલિંગમાં આવેલ છે. તેવું કહેતા જ ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુનો માર મારી ગાડીના કાચ પણ તોડી નાંખી નુકશાન કરેલ આ ઉપરાંત ગાડીમાં બેઠેલા મિત્રો છોડાવવા જતા તેઓને પણ ગડદાપાટુનો માર મારેલ. અને મારા પિતાની સામે ઉમેદવારી કેમ નોંધાવી છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી મારામારી કરતા દીપક પંચાલએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...