વિરોધ:બાલાસિનોરમાં ડમ્પીંગ સાઈટ મુદ્દે આઠ આંદોલનકારી આમરણાંત ઉપવાસ પર

બાલાસિનોર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાલાસિનોર ડમ્પીંગ સાઇટના મુદ્દે ઉપવાસ પર બેઠેલા ઉપવાસી - Divya Bhaskar
બાલાસિનોર ડમ્પીંગ સાઇટના મુદ્દે ઉપવાસ પર બેઠેલા ઉપવાસી
  • સને 2017 થી 2022 સુધીમાં100 આવેદનપત્ર આપ્યા
  • 2017-18માં 30 ગ્રા​​​​​​​.પં.નો બહિષ્કાર કર્યો હોવા છતાં ડમ્પીંગ સાઈટ કાર્યરત બની

બાલાસિનોર તાલુકામાં ડમ્પીંગ સાઈટનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી વિવાદીત બન્યો છે. વર્ષ 2015 થી લઈને આજદિન સુધી આ સાઈટ મુદ્દે અનેકવાર વિરોધ થયા છે. જેતે સમયે આસપાસના 29 ગ્રામપંચાયતના ગ્રામજનો અને ખેડૂતોના વિરોધ વચ્ચે મેસર્સ મૌર્યા પ્રા.લી કંપની કાર્યરત થતા વિરોધનો વંટોળ હવે ચરમસીમાએ પહોચ્યો છે.

ડમ્પીગં સાઇટ
ડમ્પીગં સાઇટ

પ્રાપ્ત થતી વિગત અનુસાર બાલાસિનોર બોડોલી ગ્રામપંચાયતની સીમમાં મેસર્સ મૌર્યા પ્રા.લી.કંપની દ્ધારા વેસ્ટ કેમિકલ ડમ્પીંગ કરવાની સાઈટ કાર્યરત થતાના બે મહિનામાં ગંભીર અસરો જોવા મળતા 10 દિવસમાં 50 થી વધુ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જેમાં તંત્ર દ્ધારા નક્કર પરિણામ ના મળતા 4 માર્ચથી આંદોલનકારીઓ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જેમાં ડમ્પીંગ સાઈટ જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી દિન-પ્રતિદિન ઉપવાસકારીઓ વધુને વધુ સંખ્યામાં આમરણાંત ઉપવાસ પર જોડાશે તેમ જાણવા મળ્યું હતું.

ઉપવાસ પર કોણ બેઠા

નામઉપવાસ દિન
હિતેન્દ્રસિંહ સોલંકી4 દિવસ
અજીતસિંહ4 દિવસ
હઠીસિંહ2 દિવસ
જવાનસિંહ2 દિવસ
સુનિલભાઈ પટેલ1 દિવસ
કીરીટસિંહ1 દિવસ
નરેન્દ્રસિંહ1 દિવસ
ડાહયાભાઈ ભરવાડ1 દિવસ

મેસર્સ મૌર્યા ડમ્પીંગ સાઈટનો વર્ષ 2015થી 2022 સુધીનો ઘટનાક્રમ
2015ની સાલમાં બોડોલી ગ્રામપંચાયત વિસ્તારમાં 48 વીઘાની ખરીદી કરી, 31 ડીસેમ્બર 2016ના દિવસે પ્રથમ લોક સુનાવણીમાં ભારે વિરોધ નોંધાયો, 17 ફેબ્રુઆરી 2017માં બીજી લોક સુનાવણીમાં ભારે વિરોધ નોંધાયો હતો., 2017-18ની સાલમાં બાલાસિનોર તાલુકાની 29 ગ્રામપંચાયતમાં ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો., 2018-19 ની સાલમાં ભૂમિપુજન કર્યા બાદ ગ્રામપંચાયતની બાંધકામ રજાચઠ્ઠી વગર સંરક્ષણ દિવાલ સહિત કંપનનું બાંધકામ કરવામાં આવ્યું., ડમ્પીંગ વિરોધી તાલુકામાં ઠેરઠેર રાત્રી 200 જેટલી સભાઓ ભરાઈ., ભારે વિરોધ વચ્ચે 15 નવેમ્બર 2021માં કંપનીની શરૂઆત કરી કેમિકલ ઠલવાયું., કંપની શરૂઆતના બે મહિનામાં ગંભીર અસરો દેખાતા ફેબ્રુઆરી મહિનાની 20 તારીખ બાદથી લઈને 7 માર્ચ સુધીમાં ડમ્પીંગ સાઈટ કંપની તાત્કાલીક ધોરણે બંધ કરવા માટે 50 થી વધુ આવેદનપત્ર અપાઈ ચૂકયા છે.

અન્ય સમાચારો પણ છે...