તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ધારાસભ્ય સહિત છ જણની અટકાયત, બાલાસિનોરના ધારાસભ્યના જન્મદિવસ મામલે જાહેરનામા ભંગની ફરિયાદ મામલે

બાલાસિનોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણના જન્મ દિવસના ફોટા સોસીયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાબતે મંગળવારે બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે જામીન લઈ સત્તાધારી પક્ષ દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરાઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. બાલાસિનોર ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણના જન્મ દિવસના ફોટા વાયરલ થતાં બાલાસિનોરના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. મચ્છાર દ્વારા જાહેરનામા ભંગ અને હાથમાં હથિયાર બાબતે 188 અને 135 કલમ હેઠળ બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા 04 ઓગસ્ટ 2020ના રોજ સંદર્ભ ફરિયાદ પગલે જામીન હેતુ નોટીસ આપવામાં આવી હતી. જેના પગલે બાલાસિનોર ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ સહિત 6 ઇસમોના જામીન અને નિવેદન લેવાયા હતા.

રાજકીય કિન્નાખોરી રાખી ખોટી ફરિયાદ દાખલ કરાઈ
સમગ્ર બાબતે બાલાસિનોર ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ દ્વારા હાલમાં સત્તાધારી પક્ષ દ્વારા રાજકીય કીન્નાખોરી રાખી મારા પર ખોટી ફરિયાદ દાખલ કરાઈ હતી. મે આ બાબતે 12મી જુલાઈના રોજ બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી હતી. જેની તપાસ કરવાના બદલે મારા પર ખોટી ફરિયાદ દાખલ કરાઈ છે. > અજીતસિંહ ચૌહાણ, ધારાસભ્ય

સાક્ષીઓના નિવેદનમાં જ પાર્ટી યોજાઇ હોવાનું ખુલ્યું
બાલાસિનોર ધારાસભ્ય અને તેમના કાર્યકર્તાઓ મંગળવાર સવારે પોલીસ મથકે હાજર થયાં હતાં અને તેમની અટકાયત કરી જામીન આપ્યાં હતાં. જોકે, આ સમગ્ર કેસમાં જે તે સમયે જ વિડીયો અને ફોટોગ્રાફ્સ સંદર્ભે સાક્ષીઓના નિવેદન લેવાયા હતાં. જેમાં તેઓએ પાર્ટી લોકડાઉન દરમિયાન જ યોજાઇ હોવાનું ખુલ્યું હતું. જે આધારે ગુનો નોંધાયો હતો. > એમ.પી. મચ્છાર, પોલીસ ઇન્સ્પેક્ટર, બાલાસિનોર.

અન્ય સમાચારો પણ છે...