રજૂઆત:વકીલોનું અપમાન કરનાર પ્રાંત અધિકારીની બદલીની માંગ

બાલાસિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાલાસિનોર બાર એશો.ને બદલીનો ઠરાવ જિલ્લા કલેકટર અને મહેસુલ સચિવને મોકલી આપ્યો

બાલાસિનોર ના પ્રાંત અધિકારી અને નાયબ કલેકટરની કચેરીમાં વકીલો સાથે થતા અન્યાય બાબતે વિવાદ વકરી રહ્યો છે. બાર એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીની બદલીની માંગનો ઠરાવ કરી કલેક્ટર અને મહેસુલ સચિવને મોકલી આપતા સમગ્ર મામલે વિવાદ ઉગ્ર થવાની સંભાવનાઓ દ્રઢ બની છે.

બાર એસોસિએશન દ્વારા મોકલી આપેલ ઠરાવમાં રજુઆત કરવામાં આવી છેકે બાલાસિનોર પ્રાંત ઓફિસ માં વકીલો ને બેસવા માટે કોઈ અલાયદી વ્યવસ્થા નથી. પક્ષકારોની હાજરીમાં વકીલોનું જાહેરમાં અપમાન કરવામાં આવે છે. વકીલોને કાયદાકીય રજૂઆત કરતાં પણ અટકાવવામાં આવે છે. આ ઉપરાંત રેવન્યુ કોર્ટના કામકાજનો કોઈ સમય નિશ્રિત હોતો નથી અને વકીલોને કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે. દલીલો થઇ ગયા પછી પણ જજમેન્ટ લાંબા સમય સુધી આપવામાં આવતા નથી, અને વકીલોનું માન સન્માન જળવાતું નથી.

લોકશાહીમાં બાલાસિનોર નાયબ કલેકટર સરમુખત્યાર અધિકારી તરીકે વર્તણુક અને વહીવટ કરતા હોય તેમની સામે નીતિ નિયમો પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે. વહીવટી વિભાગમાં વકીલોને સંતોષકારક જવાબ મળતા નથી જેથી વહીવટી કર્મચારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવા જોઈએ તેવી માંગ સાથેનો ઠરાવ કરી બાર એશોસિયેશને જિલ્લા કલેકટર મહીસાગર તેમજ મહેસુલ સચિવ ગાંધીનગર અને લાગતા વળગતા અધિકારીઓને પોતાની માંગણી મોકલાવી છે.

અન્ય સમાચારો પણ છે...