બાલાસિનોરના જમિયતપુરા સીમમાં મેસર્સ મૌર્ય ડમ્પિંગ સાઈટ બંધ કરાવવા બાલાસિનોર પ્રાંત અધિકારી અને મામલદારને 42 જેટલા આવેદન પત્રો અપાઈ ચુક્યા છે. તેમ છતાં નક્કર પરિણામના મળતા 2 આંદોલનકારી 4 માર્ચથી આમરણ ઉપવાસ પર ઉતારતા સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે.
બાલાસિનોરના હિતેન્દ્રસિંહ અને બોડેલી ગ્રામ પંચાયતના સરપંચના પતિ અજીતસિંહ દ્વારા આમરણ ઉપવાસ પર ઉતરતા સમગ્ર મામલે હવે રાજકીય લોકો આગળ આવ્યા છે. આ બાબતે ઉપવાસ પર બેઠેલા હિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ડમ્પિંગ સાઈટમાં સમગ્ર ગુજરાતનું વેસ્ટ કેમિકલ લાવવામાં આવે છે. અહી ઉભા રહી શકાય તેવું પણ નથી.
સાથે આ કેમિકલ ભૂગર્ભમાં ઉતરવાથી ભૂસ્તર અને જળસ્તરમાં ગંભીર અસરો જોવા મળશે તેની ભીતિ છે. બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે વજેપુરા ખાતે ઉપવાસ પર બેઠેલા આંદોલનકારીઓની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે મેં સરકામાં આ સાઈટ બાબતે જાણ કરી છે અને આંદોલન કારીઓની સાથે હું હરહંમેશ છુ તાલુકાવાસીઓ બધા ભેગા થઈને આ સાઈટ બંધ કરાવીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.