તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી કેસ:ગઠીયા પ્રાથમિક શાળાના શિક્ષકના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

બાલાસિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 59 લાખની છેતરપિંડીમાં શિક્ષક સિરાજ સૈયદની ધરપકડ

બાલાસિનોર પોલીસે કઠલાલ તાલુકાની શાળામાં ફરજ બજાવતા સિરાજ સૈયદની રૂપિયા 59 લાખની છેતરપિંડીમાં ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી હતી.

ખેડાના કઠલાલ તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકની કરતૂતો જિલ્લાભરમાં પ્રકાશમાં આવી રહી છે. રાજકીય વગ બતાવીને અધિકારીઓ સાથે દાદાગીરી કરતા સિરાજ સૈયદ સામે ખેડા-મહીસાગરના શિક્ષકોમાં પણ અસંતોષ ઉઠી રહ્યો છે. બાલાસિનોર પોલીસ દ્વારા કોર્ટમાં હાજર કરીને વધુ તપાસ માટે બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેમાં અનેક ખુલાસા થવાની સંભાવના જોવા મળી રહી છે. ઠગ શિક્ષક સિરાજ દ્વારા જમીનની દલાલીનાં બહાને 59 લાખની છેતરપિંડી ઉપરાંત પણ અનેક કૌભાંડ કર્યા હોવાની વાતો ઉઠી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ ઠગ શિક્ષક શિક્ષણ વિભાગમાં પોતે રાજકીય વગ ધરાવતો હોવાનું કહીને તમામ અધિકારીઓ અને સાથી શિક્ષકો ઉપર રોફ જમાવતો હોવાની વાતો પણ બહાર આવી રહી છે. સિરાજ છેલ્લા 24 કલાકથી પોલીસ કસ્ટડીમાં હતો અને આગામી બે દિવસ રિમાન્ડ મંજૂર થયા હોવાથી પોલીસ કસ્ટડીમાં જ હોવાનું જાણવા મળેલું છે. આ ઠગ શિક્ષક સામે સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...