તપાસ:બાલાસિનોર GIDCમાં રોયલ્ટી વગર પથ્થરોનો સંગ્રહ થતો હોવાની ફરિયાદ

બાલાસિનોર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલાસિનોર પંથકમાં ખનીજ માફીયાઓ દ્વારા માલ સપ્લાય કરવામાં આવી રહ્યો છે - Divya Bhaskar
બાલાસિનોર પંથકમાં ખનીજ માફીયાઓ દ્વારા માલ સપ્લાય કરવામાં આવી રહ્યો છે
  • રાત્રી દરમિયાન ખનીજ માફિયાઓ ટ્રેકટરો, ટ્રકો વડે માલ સપ્લાય કરે છે

મહિસાગરના બાલાસિનોર તાલુકા સહિત વિરપુર તાલુકામાંથી સફેદ પથ્થરનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહયો છે. ત્યારે ખાણ ખનીજ વિભાગ સામે અનેક સવાલો ઉઠી રહયા છે. વિરપુર તેમજ લુણાવાડા તાલુકામાંથી બાલાસિનોર ખાતે આવેલી જીઆઈડીસીમાં મીનરલ્સ ફેકટરીઓમાં સફેદ પથ્થરનો કાળો કારોબાર બે રોકટોક ચાલતો હોવાની ફરીયાદો ઉઠી છે.

ત્યારે બાલાસિનોર જીઆઈડીસીમાં આવેલી મિનરલ્સ ફેકટરીઓમાં ખરેખર કેટલા ટન પથ્થરનો સંગ્રહ રાખવો, કેટલા ટન પથ્થર સંગ્રહ રાખી શકાય તેમજ કેટલા ટનની રોયલ્ટી લાયન્સસ સહિત જરૂરી પરમીશનો હેઠળ ફેકટરીઓ ચાલે છે. કે કેમ તે પણ એક મોટો સવાલ બની રહયો છે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હેઠળ શેડ સહિત સ્ટોરેજ વ્યવસ્થા રાખવામાં આવી છે કે કેમ અને મિનરલ્સ ફેકટરીઓમાં જીઆઈડીસીના પ્લોટોમાં પડી રહેલા સફેદ પથ્થરો રોયલ્ટીવાળા છે. તે અંગેની તપાસ ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં અાવે તેવી રાવ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...