વરણી:બાલાસિનોર માર્કેટિંગયાર્ડમાં ચેરમેન, વા. ચેરમેન બિનહરીફ

બાલાસિનોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેરમેન પંકજ પટેલ તથા વા. ચેરમેન રાયભણસિંહ ઠાકોરની વરણી

બાલાસિનોર તાલુકા માર્કેટિંગયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે રજીસ્ટ્રારની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કર્યો હતો. જેમાં ચેરમેન માટે પંકજભાઈ પટેલે જ્યારે વાઇસ ચેરમેન માટે રાયભણસિંહ ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી. જોકે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા અને સહમતિ સાથે બંને ઉમેદવારોને સમર્થન આપતાં બિનહરીફ વરણી કરી હતી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાલાસિનોરમાં ભાજપ પ્રેરિત ડિરેક્ટરોની બહુમતી મળી હતી. જોકે કોંગ્રેસના ફાળે ફક્ત 1 સીટ મળી હતી.

મંગળવારે યોજાયેલ ચૂંટણીમાં માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો સહિત રજીસ્ટ્રાર દાહોદ જિલ્લાના પ્રભારી અને બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઇ પાઠક, પૂર્વ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મહીસાગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ, મહિસાગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જેઠાભાઈ વણકર, મહિસાગર જિ. પંચાયત સામાજિક અને ન્યાય સમિતિના અધ્યક્ષ બીપીનભાઈ પરમાર બાલાસિનોર તાલુકા ભાજપ પ્રમુખ વિનોદભાઈ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કિરીટભાઈ ચૌહાણ સહિત વેપારીઓ અને ખેડૂતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી ચેરમેન અને વાઇસ ચેરમેનને વધાવી લીધા હતા

અન્ય સમાચારો પણ છે...