તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:બાલાસિનોરના કઢૈયાના પ્રેમી યુગલે હાથ બાંધી નદીમાં ઝંપલાવતા મોત

બાલાસિનોર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લુણાવાડા પાસેથી બંનેના મૃતદેહ મળતા પીએમ અર્થે મોકલવામાં આવ્યા

બાલાસિનોરના કઢૈયાના પ્રેમી યુગલે એક દુઝે કે લીએ સાથે જીવવા અને મરવાના આવેલા કોલ સાથે મહિસાગર નદીમાં ઝંપલાવી મોતને ભેટ્યા હોવાનો બનાવ બનવા પામ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી અનુસાર બાલાસિનોર તાલુકાના કઢૈયા ગામે એક પ્રેમી યુગલે કોઈ અંગત કારણોસર બહુ જ ચર્ચિત એવા મહીસાગર નદીના આગળવાળા બ્રિજ થી થોડા અંતરે આવેલા ટોડીયાના વિશાળ પથ્થરોની શિલાઓ પાસેથી મહિસાગર નદીમાં બંને પ્રેમી યુગલે એકબીજાના હાથ બાંધીને નદીમાં ઝંપલાવ્યું હતું. બંનેના મૃતદેહ લુણાવાડા તાલુકાની કોઠંબા પોલીસ સ્ટેશન મથકના વિસ્તારમાંથી મળી આવતા કોઠંબા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી.

પ્રેમી યુગલ મૃતદેહને પીએમ અર્થે કોઠંબા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા મહીસાગર નદીના ઘસમસતા વિશાળ ઊંડા પાણીના પ્રવાહમાં અવાર નવાર આવા આત્મહત્યા ના બનાવો બનવા પામી રહ્યા છે. ત્યારે આ પ્રેમી યુગલના મળેલા મૃતદેહ હતા. જેમાં રાઠોડ અશોકકુમાર રંગીતભાઇ અને રાઠોડ સંગીતાબેન ફુલાભાઇ કઢૈયા (બાલાસિનોર) પંથકમાં પણ ચકચાર મચી જવા પામી છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી સેફટીને લઇ કાર્ય ચાલુ કરે જેથી કરી કોઈ વ્યક્તિનું જીવન બચી જાય.

અન્ય સમાચારો પણ છે...