તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:બાલાસિનોર તાલુકા પંચાયતનું 12.69 કરોડ ઉપરાંતનું પુરાતવાળું બજેટને મંજૂરી

બાલાસિનોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવનિયુક્ત પ્રમુખના અધ્યક્ષ સ્થાને પ્રથમ સભા યોજાઈ
 • શાસક પક્ષ અને વિરોધ પક્ષની સંમતિથી સાધારણ સભા યોજાઇ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ બાલાસીનોર તાલુકા પંચાયતની પ્રથમ સાધારણ સભા શાસક પક્ષ અને વિરોધ પક્ષની સંમતિથી તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમા બાલાસિનોર તાલુકા પંચાયતનું વર્ષ 2021-22 રૂા.12.69 કરોડ ઉપરાંતનુ પુરાંતવાળું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસના સદસ્યોની સહમતિથી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન ચૌહાણ દ્વારા તમામ સદસ્યોને વિશ્વાસમાં લઇ તમામને સાથે રાખી ચાલવાના આસયથી તાલુકા પંચાયતનું બજેટ સર્વાનુમત્તે મંજૂર થતાં હાશકારો અનુભવ્યો હતો.

તમામને સાથે રાખીને કામ કરાશે
બુધવારે બજેટમાં તમામ સદસ્યોએ સર્વ સંમતિ આપી બજેટ મંજૂર કરાવ્યું છે. જેથી તાલુકાના વિકાસના કામોને ગતિ મળશે તેમજ અમારો પ્રયાસ તમામને સાથે રાખી વિકાસ ના કામો કરવાનું રહેશે. - વર્ષાબેન ચૌહાણ, પ્રમુખ, તાલુકા પંચાયત બાલાસિનોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો