આવેદન:જમીયતપુરામાં લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદના આક્ષેપ સાથે આવેદન

બાલાસિનોર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8થી વધુ ગામના લોકોઅે અાવેદનમાં સહી કરી પ્રાંત કચેરી પહોંચ્યા
  • ​​​​​​​ગ્રામજનોઅે આરોપીઓની તરફેણમાં હિંસક આંદોલનની ચીમકી ઉચ્ચારી

બાલાસિનોરના જમીયતપુરામાં લેન્ડ ગ્રેબીંગની ખોટી ફરીયાદ કરી હોવાના અાક્ષેપ સાથે તાલુકાના જમીયતપુરા, બોડોલી, ડોડીયા, સિમળીયા, નવગામા, ગલાબજીના મુવાડા, વડદલા, પંચરજીના મુવાડા વગેરે ગામોના લોકોઅે સહી કરી પર્ાંત અધિકારીને અાવેદન પત્ર અાપ્યુ હતુ જેમા જણાવ્યુ હતુ કે તાલુકાના ગામ જમીયતપુરા ગામની સીમમાં આવેલ સર્વે નંબરો - 44 પૈકી 13 તથા 45 પૈકી 13માં સને 1965-66ના વર્ષથી બાબરભાઈ શંકરભાઈ બીન રઘાભાઈ પરમાર તેમજ કલાભાઈ બાબરભાઈ પરમાર બીન મજીભાઈનાઓ સર્વે નંબર વાળી મિલકતમાં કે જેના જુના સર્વે નંબરો 87, 88-2 તથા 89 હતા,

તે સર્વે નંબરોમાં વ્યક્તિઓ તથા તેમના કુટુંબ પરિવાર વર્ષોથી વસવાટ કરે છે, હાલમાં સર્વે નંબરોના નવા નંબરો પડેલ છે, જેમા સિંચાઈ માટે તથા પાણીના વાપર - ઉપભોગ માટે ત્રણ કુવાઓ પણ કરવામાં આવેલ છે. હાલમાં બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં તા. 7-11-21ના રોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ સહિત અન્ય કલમો હેઠળ ભલાભાઈ કાળાભાઈ પરમાર, બોડીયો ભલાભાઈ પરમાર, પરેશભાઈ ભલાભાઈ પરમાર, બાબરભાઈ શંકરભાઈ પરમાર, ઈશ્વરભાઈ બાબરભાઈ પરમાર, સોમાભાઈ બાબરભાઈ પરમાર, સુખાભાઈ શંકરભાઈ પરમાર, અમરાભાઈ શંકરભાઈ પરમાર, વજાભાઈ શંકરભાઈ પરમાર, મહેન્દ્રભાઈ અમરાભાઈ પરમાર, રમેશભાઈ ગોતાભાઈ પરમાર તથા અખમભાઈ ગોતાભાઈ પરમાર વિગેરેની સામે સેજલબેન ચિંતનભાઈ સુથારે ફરીયાદ આપી છે.

પરંતુ અમો તમામ ગામોના રહીશો આ આરોપીઓને વર્ષોથી ઓળખીએ છીએ અને તેઓ સાચા અને પ્રમાણિક માણસો છે , તેઓએ તેમની સામે નોંધવામાં આવેલ ગુના મુજબનું કોઈપણ કૃત્ય કરેલ નથી, તે અમારી જાણમાં છે. કોઈપણ કાયદાની પ્રાશ્વવર્તિ અસર થતી નથી માટે ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ કાયદો 2020માં અમલમાં આવેલ છે, માટે જે લોકો 2020 પછી કોઈની જમીન પચાવી કે પડાવી લે તેમાં અસર કરે, પરંતુ હાલના કેસમાં આરોપીઓ સામે જે ગુનો નોંધવામાં આવેલ છે,

તેમાં આ કાયદો લાગુ કરી શકાય નહી, માટે આ કામના આરોપીઓ સામે જે ગુનો બાલાસિનોર પોલીસ સ્ટેશને નોંધવામાં આવેલ છે તે બીલકુલ ખોટો, એકતરફી નોંધવામાં આવેલ છે, જેનો અમો તમામ ગામના રહીશો સજ્જ શબ્દોમાં વખોળી કાઢીએ છીએ અને વિરોધ કરીએ છીએ, અને આ લોકો જે આગળ નામો જણાવેલ છે તેમની સાથેનો ગુનો સરકાર દ્વારા પરત ખેંચવામાં આવે અને આ ગુનામાં જે આરોપીઓના નામો જણાવેલ છે તેઓને ગુનાના કામેથી મુક્ત કરાવી અમો તમામ ગામોના રહીશોઅે જણાવ્યુ છે.

વધુમાં જો આ લોકો સામેનો ગુનો રદ્દ કરી તેઓ આ ગુનાના કામેથી મુક્ત કરવામાં નહીં આવે અથવા તેઓના રહેઠાણક મકાનો તેમજ જમીનમાંથી તેઓને દુર કરવાની તજવીજ જો કાયદા દ્વારા સરકાર વતી કોઈપણ અધિકારી કે ઈસમ દ્વારા કરશે તો અમો તમામ ગામોના રહીશો આ ગુનામાં જણાવેલ આરોપીઓની તરફેણમાં હિંસક આંદોલન કરવું પડશે તો પણ તે કરવા તૈયાર હોવાની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...