રજૂઆત:લેન્ડગ્રેબિંગ કેસનાં 12 આરોપીઓને દોષમુક્ત કરવા પ્રાંત અધિકારીને આવેદન

બાલાસિનોર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ 55 વર્ષથી જમીન પર કબજો ધરાવે છે, કોઇ જમીન પચાવી પાડી નથી

બાલાસિનોરમાં 12 આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલા લેન્ડગ્રેબિંગ કેસ સામે 9 જેટલા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે. તેમજ આરોપીઓને ગુનામાંથી મુક્ત કરવાની માંગણી સાથે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. અને જો આ માગ ન સંતોષાય તો, આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

બાલાસિરનોરના જમિયતપુરા, બોડોલી, ડોડીયા સીમલીયા, નવાગામ, ગલાબજીના મુવાડા, વડદલા અને કંથારજીના મુવાડાના ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, બાલાસિનોર પોલીસ મથકે ગત 7 નવેમ્બરના રોજ સેજલબેન સુથારે ભલાભાઇ કાળાભાઈ પરમાર સહિત 12 આરોપીઓ વિરુદ્ધ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. તેના તમામ આરોપી છેલ્લા 55 વર્ષથી જમીન પર કબજો ભોગવટો ધરાવે છે અને તેમણે કોઈ પણ જાતનું ગેરકાયદેસર દબાણ કરી જમીન પચાવી પાડી નથી.

આ જમીનના દસ્તાવેજમાં પણ તેમના વડવાઓના નામ ચાલે છે. જેથી જમીન પર તેમનો પ્રત્યક્ષ કબજો ભોગવટો વર્ષોથી ચાલ્યો આવે છે. એટલે મિલકત સુખાધિકાર અધિકારના કાયદા મુજબ આરોપીઓ માલિક અને કબજેદાર ગણાય છે. જેથી સદર કેસમાં આરોપીઓ સામે લેન્ડગ્રેબિંગનો ગુનો સાબિત થતો ન હોવાથી તેમને ગુનામાંથી મુક્ત કરવામાં આવે. આમ, ગ્રામજનોએ આરોપીના સમર્થનમાં આવી તમામને વહેલી તકે દોષમુક્ત કરવાની રજૂઆત કરી છે અને જો માગ ન સંતોષાય તો, ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...