આવેદન:ગ્રામસભામાં તલાટી ગેરહાજર રહેતાં પગલાં લેવા આવેદન

બાલાસિનોર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોલત પોરડા ગ્રામપંચાયતના નાગરિકોએ પગલાં લેવા DDO, TDOને અરજી કરી

બાલાસિનોરની દોલત પોરડા ગ્રામ પંચાયતમાં સરકારના પરિપત્ર મુજબ 2 ઓક્ટોમ્બરે દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં 100% કોવિડ 19નું વેક્સીનેસન સબંધે, વતન પ્રેમ યોજનાની જાણકારી આપવી, 15માં નાણા પંચ માંથતાં કામો તથા માર્ગદર્શિકાથી માહિતગાર કરવા તથા સ્વચ્છતા લગતા કાર્યક્રમ કરવા અને મચછરજન્ય પાણી જન્ય રોગો અટકાવવા જેવા મુદ્દાઓની ચર્ચા તલાટીએ હાજર રહી કાર્યક્રમ કરવા માટે સરકારમાંથી જાહેરાત કરાઈ હતી. છતાં આ ગ્રામસભામાં તલાટી કમ મંત્રી ગેરહાજર રહ્યા હતા.

જ્યારે ગ્રામ સભામાં ગ્રામ જનો દ્વારા અનેક પ્રશ્નો માટે લેખિતમાં 20 ગ્રામજનો દ્વારા અપાયા હતા. પરંતુ સરપંચ તથા બે સભ્યો દ્વારા ગ્રામજનોને ઠરાવબુક નથી તેવું જણાવતા ગ્રામજનો રોષે ભરાયાં ત્યારે એક સભ્ય દ્વારા અરજીઓ તથા એજન્ડાબુક ગુમ કરી દીધી હોવાનો અાક્ષેપ થયો હતો. આ બાબતે ડીડીઓ તથા ટીડીઓ આ ગેરહાજર તલાટી તથા સરપંચ પર કાયદેસરના પગલાં લેવા ગ્રામજનો દ્વારા લેખિતમાં અરજી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...