તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:બે પ્રેકટિશનર ડોકટરની ધરપકડ કરતા બાલાસિનોરના તમામ દવાખાના બંધ

બાલાસિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને સિનિયર ડોકટરોને કારણદર્શક નોટીસ વિના એરેસ્ટ કરતા વિરોધ

ડૉકટર નિખિલ શાહ પ્રમુખ ડૉકટર એસોસિયેશન બાલાસિનોર દ્વારા જણાવ્યું હતું કે ગઈ કાલે અમારા બે ડૉકટર કે જેઓ સિનિયર પ્રેકટિસનર છે જેઓને કોઇ પણ કારણદર્શક નોટીસ વગર જે રીતે એરેસ્ટ કર્યા છે જે ખુબજ નિંદનીય છે જ્યા સુધી આનો નિવેડો નહી આવે ત્યા સુધી અમારા ડૉકટર એસોસિયેશન દવાખાના બંધ રાખશે અને અમારી સાથે બાલાસિનોરના તમામ મેડિકલ સ્ટોરવાળા મેડિકલ સ્ટોર બંધ રાખશે.

સાથે જણાવ્યું કે ગુજરાતના તમામ કોવિડ સેન્ટરમાં આયુર્વેદિક, હોમિયોપેથી ડોકટરો જ સેવા આપી રહ્યા છે ગવર્નમેન્ટ એ લોકોને સામેથી એપોઇન્ટ કરે છે જયારે અમારા બાલાસિનોરના આયુર્વેદિક, હોમિયોપેથીક ડૉકટર જે રીતે સેવા આપી રહ્યા છે તે ખુબજ પ્રશંસનીય કામ છે અને અઠવાડીયા પહેલા પ્રાંત સાહેબ સાથે મીટીંગમાં કોન્ફરન્સમાં આ વાત થઈ છે છતાં અમારા બે ડોકટરો જોડે જે વર્તન કરવામાં આવ્યું તે ખુબજ નિંદનીય છે અને આનુ નિરાકરણ નહી આવે ત્યા સુધી અમારા એસોસિયેશનના કોઈ ડૉકટર દવાખાનું ખુલશે નહીં.

કોઇ પણ કારણ દર્શક નોટીસ વગર જ એરેસ્ટ કર્યા
ગઈ કાલે અમારા બે ડૉકટર કે જેઓ સિનિયર પ્રેકટિશનર છે જેઓ ને કોઇ પણ કારણ દર્શક નોટીસ વગર જે રીતે એરેસ્ટ કર્યા છે જે ખુબજ નિંદનીય છે જ્યાં સુધી આનો નિવેડો નહી આવે ત્યાં સુધી અમારા ડૉકટર એસો. દવાખાના બંધ રાખશે અને અમારી સાથે બાલાસિનોર ના તમામ મેડિકલ સ્ટોરવાળા મેડિકલ સ્ટોર બંધ રાખશે. - ડૉ. નિખિલ શાહ, પ્રમુખ, ડૉકટર એસો. બાલાસિનોર

મારો એવો કોઇ ગુનો ન હતો કે મને લોકઅપમાં બેસાડવો પડે
ગઈ કાલે પોલીસ અમારા દવાખાને આવીને અમને જણાવ્યું કે તમને સાહેબ મળવા બોલાવે તેમ જણાવેલ જેથી હું ,મારા મિત્ર ડૉ. રાજુભાઈ મળવા ગયા તો અમને જણાવ્યું કે તમારે ત્યા ભીડ વધારે થાય છે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે.જેથી તમારી સામે FIR કરી છે અને તમને લોકઅપમાં બેસાડી દઇએ છે. મારાથી કોઇ ભુલ થઈ હોય તો વોર્નિંગ આપવી જોઇએ. મારોએવો કોઇ ગુનો ન હતો જેથી અમને લોક અપમાં બેસાડવા પડે. - ડૉ.ભાવેશભાઇ

અન્ય સમાચારો પણ છે...