તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:સાકરીયા ગામના યુવાનની કેનાલમાં મોતની છલાંગ, મોતનું કારણ હજી સુધી અકબંધ

બાલાસિનોર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોર તાલુકાના સાકરીયા ગામના અંદાજે 28 વર્ષીય પરમાર સુનીલકુમાર પ્રભાતભાઇ નામનો યુવાન ગતરોજ તાલુકામાં આવેલ વણાકબોરી ડેમની મહી કેનાલ ઉપર તેના ચપ્પલ, મોટર બાઇક, મોબાઇલ અને અન્ય વસ્તુઓ મળી આવતા આ યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા સાથે સાકરીયા ગામના તેમજ આસપાસના લોકો દ્વારા સ્થાનિક તરવૈયાઓ દ્વારા ભારે જેહમત બાદ સાંજના કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

બાલાસિનોર તાલુકાના સાકરીયા ગામના પરમાર સુનીલકુમાર પ્રભાતભાઇ ઉ.વ.આશરે 28 તેમજ તેઓના લગ્ન થયેલ હોય તેમજ તેમને બે બાળકો પણ છે તેવુ જાણવા મળેલ તેઓના મોબાઇલ ફોન, બાઇક, ચપ્પલ કેનાલ ઉપર મળી આવતા તેઓએ ગતરોજ મહી કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું મનાય રહ્યું હતુ. પરંતુ આજ રોજ સાંજના સમયે મહી કેનાલ માંથી તરવૈયાઓ દ્વારા મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. યુવાનનો મૃતદેહ મળી આવતા જ પરીવારમાં હૈયાફાટ રુદન અને સમગ્ર ગામમાં ગમગીની જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...