તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વણાકબોરી ડેમમાં નાહવા પડેલા યુવાનનું જન્મ દિવસે જ મોત

બાલાસિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર સાથે ઉજવણી કરવા અાવ્યો હતો

સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે લોક ડાઉન જાહેર થયું હતું જેમાંથી મોટાભાગના લોકો પોતાની ઘરમાં જ રહી પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. જ્યારે છેલ્લા એક સપ્તાહથી છૂટછાટ મળ્યા બાદ છેલ્લા કેટલાય સમયથી ઘરમાં રહેલા બહાર નીકળી પોતાને સુરક્ષિત જિંદગી જીવવા પ્રયાસ કરતાં જોવા મળે છે. તેવામાં અરવલ્લી જિલ્લાના બાયડના આમોદરાના મેઘપુરાકંપામાં રહેતા સ્વપ્નિલ ભરતભાઈ પટેલનો રવિવારે જન્મદિવસ હોય પોતાના પરિવાર સાથે બાલાસીનોર તાલુકાના વણાકબોરી ડેમ ખાતે ઉજવણી સાથે સહેલગાહે અાવ્યા હતા. અને પરિવારજનો ડેમના પાણીમાં ન્હાવા ગયા હતા.

તે દરમિયાન પોતાના પરિવારની આંખો સામે સ્વપ્નિલ પાણીમાં ડૂબી જતા બેભાન થઇ ગયો હતો. તાત્કાલીક તેને સારવાર માટે બાલાસિનોર સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યા સારવાર દરમ્યાન હાજર ર્ડોક્ટરે તેનુ મૃત્યુ થયુ હોવાનું જાણાવ્યુ હતુ. સ્વપનિલના જન્મદિવસના દિવસે મૃત્યુ થતા ઉજવણી માતમમાં ફેરવાતા પરિવારજનોમા દુઃખની લાગણી વ્યાપી હતી. ઘટનાની જાણ બાલાસિનોર પોલીસ સ્ટેશને થતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...