તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બાલાસિનોર માર્કેટયાર્ડની યોજાનાર ચૂંટણીમાં 16 બેઠકો માટે 37 ઉમેદવારોની ઉમેદવારી નોંધાઇ

બાલાસિનોર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાલાસિનોર માર્કેટયાર્ડની યોજાનાર ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી - Divya Bhaskar
બાલાસિનોર માર્કેટયાર્ડની યોજાનાર ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી
  • કુલ 853 મતદારો મતદાન કરશે : 8મીએ મતદાન, 9મીએ પરિણામ જાહેર થશે
  • ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ

બાલાસિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જાહેર થતાજ ચુંટણીનો ગરમાવો જોવા મળ્યો હતો. જેમા ખેડૂત વિભાગની 10 બેઠક માટે 27, વેપારી વિભાગની 4 બેઠકો માટે 5, અને ખરીદ વેચાણની 2 બેઠકો માટે 8 ફોર્મ આવ્યા હતા. આમ બાલાસિનોર ખરીદ વેચાણ સંઘની કુલ 16 બેઠકો માટે 37 ફોર્મ ભરાયા હતા.

આગામી 31મી ઓગસ્ટ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી અત્યારથી જ ખેડૂત વિભાગમાં હરીફ ઉમેદવારના ફોર્મ પરત ખેંચી લેવા માટે ભલામણ અને મથામણો શરૂ થઇ જવા પામી છે. ત્યારે જોવાનું અે રહ્યુ કે ચૂંટણીના દિવસે કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજવામાં આવશે. જેમા ખેડૂત વિભાગના 514, વેપારી વિભાગના 35 અને ખરીદ વેચાણ વિભાગના 304ના મળી કુલ 853 મતદારો 8 સપ્ટેમ્બરે પોતાના મતાધિકારો ઉપયોગ કરશે. અને 9 સપ્ટેમ્બરે મતગણતરી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...